મુંબઈમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી આખું મુંબઈ પાણી જ પાણી, આવી તસવીરો નહીં જોઈ હોય
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબૃહન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની તરફથી કહેવામાં આવ્યું છે કે, આજે 2 જુલાઇના રોજ તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલ, સ્કૂલ-શાળાઓમાં જાહેર રજા અપાઇ છે.
હવામાન વિભાગની તરફથી મંગળવારના રોજ પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે અને તેને જોતાં સરકારે આજે તમામ સરકારી-ખાનગી સ્કૂલ-ઓફિસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
મુંબઈમાં છેલ્લા 48 કલાકમાં 22 ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે. જ્યાર છેલ્લા 24 કલાકમા 14 ઈંચ વરસાદ ખાબક્યો છે. રસ્તાની સાથો સાથ હોસ્પિટલ અને રેલવે સ્ટેશન સુધી બધે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
મુંબઈઃ મહારાષ્ટ્રની રાજધાની મુંબઇ અને રાજ્યના બાકી હિસ્સા પર છવાયેલા વાદળ આફત બનીને વરસી રહ્યા છે. છેલ્લા 4 દિવસોથી સતત પડી રહેલા ભારે વરસાદના કારણે મુંબઈની રફતાર પર જાણે બ્રેક લાગી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -