✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજ ઠાકરેએ દાઉદ-મોદીનું કાર્ટૂન કર્યું શેર, 2019ની ચૂંટણીને લઇને સરકાર પર સાધ્યું નિશાન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Sep 2017 02:21 PM (IST)
1

મુંબઈ: ફેસબૂક સાથે જોડાયા બાદ મનસે સુપ્રીમો રાજ ઠાકરે ચર્ચામાં છે. રવિવારે રાજ ઠાકેરેએ પોતાના ફેસબૂક પેઈજ પર એક કાર્ટૂન શેર કરતા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. આ કાર્ટૂનમાં અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ પોતાની મરજીથી ભારત આવતો હોવાનું દેખાડવામાં આવ્યું છે અને પીએમ મોદી તેની પાછળ દોરીથી ખેંચાતા જોવા મળી રહ્યા છે. આ કાર્ટૂન સાથે રાજ ઠાકરેએ એક મેસેજ પણ શેર કર્યો છે કે, દાઉદ પોતે ભારત આવવા માંગે છે, પરંતુ મોદી તેને લાવવાનો શ્રેય લઈ રહ્યા છે.

2

કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું, દુર્ભાગ્યની વાત છે કે દાઉદની પત્ની મહજબી પોતાને પિતાને મળવા 2016માં મુંબઈ આવી હતી અને સરકાર અને તેમની એજંસીઓ ઉંઘતી રહી.

3

રાજ ઠાકેર ફેસબૂક પેઈજ પર આવ્યા બાદ વારંવાર મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે. ઠાકરેના આરોપ બાદ કૉંગ્રેસે પણ મોદી સરકાર પાસે દાઉદની પત્નીના મુંબઈ આવવાનો દાવાઓ પર જવાબ માંગ્યો છે.

4

ઉલ્લેખનિય છે કે શનિવારે રાજ ઠાકરેએ પોતાના ફેસબૂક પેઈજ પર ખુલાસો કર્યો હતો કે દાઉદ ભારત આવવા માટે કેંદ્ર સરકાર સાથે વાતચીત કરી રહ્યો છે, પરંતુ કેંદ્ર સરકાર તેને પાછો લાવવાનું શ્રેય લેવા માંગે છે. જેના કારણે તેને ચૂંટણી પહેલા સરકાર ભારત લાવશે. ભાજપ ચતુરાઈથી આ પગલા ભરી રહ્યું છે એટલે ચૂંટણી પહેલા સારો માહોલ બની શકે.

  • હોમ
  • India-news
  • દેશ
  • રાજ ઠાકરેએ દાઉદ-મોદીનું કાર્ટૂન કર્યું શેર, 2019ની ચૂંટણીને લઇને સરકાર પર સાધ્યું નિશાન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.