વિધાનસભા ચૂંટણી: રાજસ્થાનમાં અને તેલંગણામાં મતદાન પૂર્ણ, બંન્ને રાજ્યોમાં 72 ટકા મતદાન
નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં રાજસ્થાનની 199 બેઠકો પર 72 ટકા અને તેલંગાનાની 119 બેઠકો 72 ટકા મતદાન થયું છે. ઉલ્લેખનીય છે કે કેટલાક ઇવીએમમાં ખરાબી આવવાના કારણે મતદારોમાં રોષ પણ જોવા મળ્યો છે. રાજસ્થાનમાં કોગ્રેસે વિજયનો આશા વ્યક્ત કર્યો હતો અને તેલંગણામાં ટીઆરએસના વડા ચંદ્રશેખર રાવે પણ વિજયની આશા વ્યક્ત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે અલવર જિલ્લાના રામગઢ વિધાનસભા બેઠક પર બીએસપી ઉમેદવારનું અવસાન થવાથી તે બેઠક પર ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. જેના કારણે 199 બેઠકો પર ચૂંટણી યોજાવવાની છે. મુખ્યમંત્રી વસુંધરા રાજે ઝાલરાપાટન વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી લડી રહ્યા છે, તેમની સામે કૉંગ્રેસે જસવંત સિંહના મોટા પૂત્ર માનવેન્દ્ર સિંહને ઉમેદવાર બનાવ્યો છે. બાડમેરના શિવ ક્ષેત્રથી ધારાસભ્ય માનવેન્દ્રએ સપ્ટેમ્બરમાં ભાજપ છોડ્યા બાદ કૉંગ્રેસ પાર્ટીમાં સામેલ થયા છે.
તેલંગાનાની વાત કરીએ તો અહીં વિધાનસભાની 119 બેઠકો માટે ચૂંટણી જંગ જામ્યો છે. રાજ્યામાં સત્તારૂઢ તેલંગાના રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) અને કોંગ્રેસ નીત પીપુલ્સ ફ્રન્ટની વચ્ચે લગભગ ટક્કર દેખાઇ રહી છે. ટીઆરએસ બધી બેઠકો પર ચૂંટણી લડી રહી છે. વિપક્ષી તેલગુ દેશમ પાર્ટીમાં (ટીડીપી), માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) અને તેલંગાના જન સમિતિ સામેલ છે. ભારતીય જનતા પાર્ટી કેટલીક બેઠકો પર ત્રીજી મોટી દાવેદાર છે, પાર્ટી બધી બેઠકો પર ચૂંટણી લડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે મહિનાથી ચાલી રહેલો ચૂંટણી પડઘમ બુધવારે સાંજે શાંત થઈ ગયો, રાજસ્થાનમાં 200 વિધાનસભા બેઠકોમાંથી 199 વિધાનસભા બેઠકો માટે 2,274 ઉમેદવાર મેદાને ઉતર્યા છે. જેમાં ચાર કરોડથી વધુ મતદારો આ ઉમેદવારોના રાજકીય ભાગ્યનો નિર્ણય કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -