Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
રાજસ્થાન ચૂંટણીઃ ભાજપ-કોંગ્રેસના આ ઉમેદવારોને ખુદ તેમના જ પરિવારજનો નહીં આપી શકે વોટ, જાણો કોણ છે લિસ્ટમાં
આ લિસ્ટમાં આમેરના ભાજપના ઉમેદવાર સતીશ પૂનિયા તથા તેમના ચાર પરિવારજનોના નામ ઝોટવાડાના મતદાર યાદીમાં નથી. જ્યારે આમેરના કોંગ્રેસના ઉમેદવાદ પ્રશાંત શર્મા અને ત્રણ પરિવારજનોના નામ સિવિલ લાઇન્સ વિધાનસભામાં છે. અહીંથી જ બીએસપીની ટિકિટ પરથી લડી રહેલા નવીન પિલાનિયા તથા ત્રણ પરિવારજનોનાના નામ ઝોટવાડા વિધાનસભામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઝોટવાડાથી ભાજપના ઉમેદવાર રાજપાલ સિંહ શેખાવત અને તેમના પરિવારના 8 સભ્યોના નામ માલવીય નગરમાં છે. હવામહલ વિધાનસભાથી કોંગ્રેસ ઉમેદવાર મહેશ જોશી અને તેના 4 પરિવારજનોના નામ સિવિલ લાઇન્સની યાદીમાં છે. ભાજપના ઉમેદવાર સુરેન્દ્ર પારીક તથા તેના 7 પરિવારજનોના નામ કિશનપોલ વિધાનસભાની યાદીમાં છે.
આદર્શ નગરથી કોંગ્રેસ ઉમેદવાર રફીક ખાન અને તેના 10 પરિવારજનોના નામ સિવિલ લાઇન્સની યાદીમાં છે. માલવીયનગરથી કોંગ્રેસ ઉમેદવાર અર્ચના શર્મા તથા કુટુંબીજનોના નામ વિરાટનગર વિસ્તારની યાદીમાં છે. કિશનપોલથી ભાજપના ઉમેદવાર મોહનલાલ ગુપ્તા અને તેમના પાંચ પરિવારજનોના નામ સિવિલ લાઇન્સની યાદીમાં છે. દૂદુથી કોંગ્રેસના ઉમેદવાર રિતેશ બૈરવા તથા પાંચ પરિવારજનોના નામ બગરુ વિસ્તારની યાદીમાં નોંધાયેલા છે. ચાકસૂથી કોંગ્રેસ ઉમેદવાર વેદપ્રકાશ સોલંકી તથા તેમના સાત પરિવારજનોના નામ સાંગાનેર વિસ્તારમાં નોંધાયેલા છે.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં BJP, કોંગ્રેસ સહિત અન્ય પક્ષના આવા આશરે એક ડઝન જેટલા ઉમેદવારો સામે આવી ચુક્યા છે. આ ઉમેદવારો ચૂંટણી ક્યાંકથી લડે છે અને પોતાના મતવિસ્તાર સિવાય અન્યત્ર રહે છે. સ્થાનિક ઉમેદવારો પણ તેમને આયાતી ગણાવી રહ્યા છે. જેના કારણે તેમને બેવડો ફટકો પડી રહ્યો છે.
જયપુરઃ ચૂંટણીમાં માત્ર એક વોટ જીતને હારમાં ફેરવી દે છે. જેના અનેક ઉદાહરણો પંચાયતથી લઈ લોકસભા ચૂંટણીમાં જોવા મળ્યા છે. હાલ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ઉમેદવારી પત્રો ભરાયા બાદ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં એવા અનેક ઉમેદવારો સામે આવ્યા છે, જેમને ખુદ તેમનો પરિવાર પણ વોટ નહીં આપે. કેટલાક એવા પણ ઉમેદવારો છે જે તેમનો વોટ બીજાને આપશે. આ પાછળનું કારણ પરિવારજનોની નારાજગી નહીં પરંતુ જે વિધાનસભામાંથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે ત્યાં તેમનું નામ નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -