રાજસ્થાન ચૂંટણીઃ ટિકિટ ન મળવાથી BJP નેતાએ પક્ષ સાથે ફાડ્યો છેડો, જાણો ક્યાંથી લડશે ચૂંટણી
ભાજપે 200 વિધાનસભા બેઠકોમાંથી 170 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. બહાર પાડવામાં આવેલી યાદીમાં અનેક ચર્ચિત ચહેરાને જગ્યા મળી નથી. જેમનું પત્તુ કપાયું તેમાં સૌથી ચર્ચિત નામ અલવરની રામગઢ સીટથી ધારાસભ્ય જ્ઞાનદેવ આહૂજાનું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે JNU પર ચાલી રહેલા વિવાદ દરમિયાન 2016માં કોન્ડોમ અંગેના આપેલા નિવેદનના કારણે તેઓ ખુબ ચર્ચામાં આવ્યાં હતાં. તેમણે તે સમયે જેએનયુ પરિસરમાં રોજ હજારો કોન્ડોમ મળી આવે છે તેવું નિવેદન આપ્યું હતું. બાદમાં મોબ લિન્ચિંગ અને લવ જેહાદના મુદ્દે પણ તેમણે અનેક વિવાદાસ્પદ નિવેદનો આપ્યાં હતાં.
નવી દિલ્હી: ભાજપના જ્ઞાનદેવ આહૂજાએ ભાજપમાંથી રવિવારે રાજીનામું આપી દીધુ. રાજીનામું આપી દીધા બાદ આહૂજાએ પાર્ટી પર તાનાશાહીનો આરોપ પણ લગાવ્યો હતો. અલવર જિલ્લાના રામગઢથી બે વખત ધારાસભ્ય રહેલા આહુજાએ સાંગાનેર બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની ત્રીજી યાદીમાં પણ આહૂજાનું નામ ન જોવા મળતા તેઓ નારાજ થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -