રાજસ્થાન: ધારાસભ્યની ધમકી- સચિન પાયલટને CM નહીં બનાવે તો પાર્ટી છોડી દઇશ
સચિન પાયલટ રાજસ્થાન પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ છે. તેમના નેતૃત્વમાં પાર્ટીએ જીત હાંસલ કરી છે. સમર્થકો સચિનને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે રાજસ્થાનમાં કોને મુખ્યમંત્રીનું પદ આપવું તેના નામની જાહેરાત કરી શકે છે. સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર રાજસ્થાનમાં અશોક ગહલોતને મુખ્યમંત્રની કમાન સોંપવામાં આવી શકે છે.
મીણાએ અશોક ગહલોત પર પણ નિશાન સાંધ્યું છે. તેણે કહ્યું કે સમગ્ર ચૂંટણી દરમિયાન સચિન પાયલટે જ મહેનત કરી છે. તેથી તેને મુખ્યમંત્રી બનાવવામાં આવે ગેહલોતે અત્યાર સુધી શું કર્યું?
ભોપાલ: રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત બાદ કૉંગ્રેસ પાર્ટીએ સરકાર બનાવવાની કવાયત તેજ કરી દીધી છે. ત્રણેય રાજ્યમાં કૉંગ્રેસને બહુમત મળી ગઇ છે. પરંતુ મુખ્યમંત્રી કોને બનાવવા તેનો પેચ ફસાયેલો છે.
રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ માટે અશોક ગહલોત અને સચિન પાયલટના નામની ચર્ચા ચાલી રહી છે. તેની વચ્ચે રાજસ્થાનના ધારાસભ્ય પી.આર મીણાએ કહ્યું કે જો સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવામાં નહીં આવે તો તે પાર્ટી છોડી દેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -