રાજસ્થાન ચૂંટણી પરિણામઃ કોંગ્રેસમાં જશ્નની તૈયારી, પાર્ટીએ આપ્યો 200 કિલો લાડુનો ઓર્ડર
બંને નેતા જયપુરમાં તેમના નિવાસ સ્થાન પર હાજર રહેશે અને 11 વાગ્યા બાદ જ બહાર નીકળશે. જોકે ભાજપમાં કોઈ તૈયારી કરવામાં આવી નથી પરંતુ મુખ્યમંત્રી વસુંધરા રાજે મંગળવારે સવારે બાંસવાડા જિલ્લાના ત્રિપુરા સુંદરી મંદિરમાં દર્શન કરવા જશે અને પરિણામોનું વલણ સ્પષ્ટ થયા બાદ જયપુર આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજયપુરઃ રાજસ્થાનમાં મતગણતરી પહેલા કોંગ્રેસે જશ્નની તૈયારી શરૂ કરી દીધી છે. રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ તરફથી મોટી સંખ્યામાં મીઠાઈ, ફટાકડા અને અબીલ-ગુલાલનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. કોંગ્રેસના તમામ કાર્યકર્તા મંગળવારે સવારે 7.00 વાગ્યાથી પાર્ટી ઓફિસે એકઠાં થવા લાગશે.
રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનવાની શક્યતા જોતા જયપુરમાં કોંગ્રેસ ઓફિસ બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. 2 દિવસના દિલ્હી પ્રવાસ બાદ રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલટ જયપુર પરત આવી ગયા છે, જ્યારે અશોક ગેહલોત પણ જયપુરમાં જ રહેશે.
કોંગ્રેસ તરફથી 200 કિલો લાડુનો આર્ડર આપવામાં આવ્યો છે. જ્યારે અશોક ગેહલોત અને સચિન પાયલટ જેવા મોટા નેતાઓના ઘરે આજે જ 100 કિલો લાડુ પહોંચાડી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પાર્ટી ઓફિસની બહાર લગાવેલા કાઉન્ટડાઉન વોચ પર પણ તમામની નજર છે. અહીંયા સચિન પાયલટ અધ્યક્ષ બન્યા બાદ ઉલટી ઘડિયાળ શરૂ કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -