✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PM મોદીની મુલાકાત પહેલા જ હરકતમાં રાજસ્થાન સરકાર, ગુર્જરો માટે આપ્યા આરક્ષણ લાગૂ કરવાના આદેશ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Jul 2018 08:25 AM (IST)
1

ઉલ્લેખનીય છે કે રવિવારનાં રોજ કેબિનેટ સહિત કમેટીનાં સમક્ષ ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતિનાં પદાધિકારીઓએ આ મામલાને રાખ્યો હતો. ગુર્જર નેતાઓએ કહ્યું હતું કે એમબીસી અંતર્ગત આપવામાં આવેલ આરક્ષણનું પાલન શિક્ષણ સંસ્થાન નથી કરી રહ્યાં. આનાં કારણે ગુર્જર સમાજનાં અભ્યર્થિઓને મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ એમબીસી અંતર્ગત આપવામાં આવેલ આરક્ષણનો લાભ પણ નથી મળી રહ્યો.

2

જયપુર: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની 7 જૂલાઈની જયપુરની મુલાકાત પહેલાં રાજસ્થાનની વસુંધરા સરકારે ગુર્જર સમાજની આરક્ષણની માંગને સ્વિકારી લીધી છે. સરકારે દરેક સરકારી વિભાગો અને શૈક્ષણિક સંસ્થાઓને ગુર્જરોનાં 1 ટકા અતિ પછાત વર્ગ આરક્ષણનું પાલન કરવાનાં નિર્દેશ આપી દેવામાં આવ્યાં છે. આ સંબંધમાં કાર્મિક વિભાગે સોમવારનાં રોજ દરેક વિભાગોને આદેશ રજૂ કરી દીધાં છે.

3

ગુર્જર સમાજે સરકાર સાથે થયેલ 16 બિંદુઓનાં સમજોતાનું પાલન નહીં થવા પર સરકારને આંદોલનનું અલ્ટીમેટમ આપી રાખ્યું હતું. આ સાથે જ ગુર્જર નેતાઓએ 7 જુલાઇનાં રોજ યોજાવા જઇ રહેલી પીએમ મોદીની રેલી દરમ્યાન મળીને વાત રાખવાનું કહેવામાં આવ્યું હતું. આ અલ્ટીમેટમ બાદ સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • PM મોદીની મુલાકાત પહેલા જ હરકતમાં રાજસ્થાન સરકાર, ગુર્જરો માટે આપ્યા આરક્ષણ લાગૂ કરવાના આદેશ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.