ભારતના આ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ કેટલા પૈસા સસ્તુ થયું? જાણો વિગત
કેન્દ્ર સરકાર દ્વારા હાલ પેટ્રોલ પર રૂપિયા 19.48 અને ડીઝલ પર રૂપિયા 15.33 એક્સાઇઝ ડ્યૂટી વસૂલવામાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્હી અને મુંબઈમાં પેટ્રોલમાં 12 પૈસાનો વધારો થતાં પ્રતિ લિટર કિંમતો અનુક્રમે રૂપિયા 80.50 અને રૂપિયા 89.89 પર પહોંચી હતી. તેવી જ રીતે ડીઝલની કિંમતમાં પણ 12 પૈસાનો વધારો થતાં દિલ્હીમાં ડીઝલના ભાવ રૂપિયા 72.61 અને મુંબઈમાં રૂપિયા 77.09 પર પહોંચ્યાં હતાં.
રાજસ્થાન સરકારે લોકોને મોટી રાહત આપી છે. રાજસ્થાન સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં 4 ટકાનો ઘટાડો કર્યો છે જેને પરિણામે રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલ રૂપિયા 2.50 જેટલું સસ્તુ થશે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલમાં 12 પૈસા અને ડીઝલમાં 12 પૈસાનો વધારો કરાતાં ઇંધણોની કિંમતો નવી ઊંચાઇ પર પહોંચી ગઈ છે.
જયપુર: પેટ્રોલ અને ડીઝલમાં સતત વધી રહેલા ભાવને કારણે આજે કોંગ્રેસે ભારત બંધનું એલાન જાહેર કર્યું હતું. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પણ વધારો થતાં બંન્ને ઈંધણના ભાવો નવી ઊંચાઈએ પહોંચી ગયા છે. વૈશ્વિક ક્રૂડના ભાવ વધતાં અને રૂપિયાનું વધુ અવમૂલ્યન થતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ વધી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -