✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાટીદારો માટે મહત્વના સમચારઃ રાજસ્થાનમાં OBC અનામત વધારવાના વિધાનસભાના ઠરાવ સામે હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Nov 2017 10:04 AM (IST)
1

હાલ ગુજરાતમાં પણ અનામત માટે આંદોલન ચાલી રહ્યું છે. જે દરમિયાન રાજસ્થાન હાઇકોર્ટે આ સ્ટે મુક્યો છે.

2

રાજસ્થાનમાં ૧૯૯૪માં લબાણા, ગડીઆ લોહાર, ગડલીયા, રાયકા, રબારી અને ગડરીયાનો સમાવેશ અન્ય ઓબીસી જ્ઞાતીઓની યાદીમાં કરવામાં આવ્યો હતો. બાદમાં સ્પેશિયલ બેકવર્ડ ક્લાસ રિઝર્વેશન એક્ટ ૨૦૧૫ અંતર્ગત આ પાંચ જ્ઞાતીને ઓબીસીમા સમાવવા માટે સરકારે એક પ્રસ્તાવ પસાર કર્યો હતો, જેને ગયા વર્ષે ડિસેમ્બર માસમાં રાજસ્થાન હાઇકોર્ટે ફગાવી દીધો હતો.

3

રાજસ્થાન સરકાર દ્વારા જે નવું ઓબીસી બિલ રજૂ કરવામાં આવ્યું હતું તેમાં ગુર્જર અને અન્ય સમુદાયને પાંચ ટકા અનામત આપવામાં આવી છે. જેને પગલે જે ૨૧ ટકા અનામત ઓબીસી માટે હતી તે વધીને ૨૬ ટકા કરાઇ હતી.

4

જેના કારણે રાજસ્થાનમાં શિક્ષણ સંસ્થા અને સરકારી નોકરીઓમાં અનામત કોટા વધીને ૫૪ ટકા થઇ ગયો હતો. જે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ૫૦ ટકા જ રહેવો જરૂરી છે. આ મામલે બાદમાં રાજસ્થાન હાઇકોર્ટમાં એક અરજી દ્વારા બિલને પડકાર ફેંકવામાં આવ્યો હતો અને સ્ટેની માગણી કરવામાં આવી હતી.

5

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટ તરફતી યથાસ્થિતિ હોવા છતાં બિલ પસાર કરવામાં આવ્યું, બિલમાં ગુર્જરોને 5 ટકા અનામત આપવામાં આવી છે. અરજીકર્તાએ કહ્યું કે, ઓબીસી ક્વોટા 21થી 26 ટકા થઈ ગયો છે જે સુપ્રીમ કોર્ટની મહત્તમ મર્યાદા કરતાં વધીને 54 ટકા થઈ ગઈ છે.

6

જયપુરઃ ઓબીસી અનામત બિલ 2017ને પડકાર આપતી એક અરજીના મામલે રાજસ્થાન હાઈકોર્ટે ઓબીસી અનામત આપવા મામલે 13મી નવેમ્બર સુધી સ્ટે મુકી દીધો છે. ૨૬મી ઓક્ટોબરે આ બિલને રાજસ્થાન વિધાનસભામાં પસાર કરાયું હતું. જેમાં ઓબીસીની ટકાવારી ૨૧થી વધારીને ૨૬ ટકા કરાઇ હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • પાટીદારો માટે મહત્વના સમચારઃ રાજસ્થાનમાં OBC અનામત વધારવાના વિધાનસભાના ઠરાવ સામે હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.