લોકસભા પહેલા આ મુદ્દે મોદીના સપોર્ટમાં ઉતર્યો સુપરસ્ટાર રજનીકાંત, કહ્યું- બચશે પૈસા અને સમય

હવે આ મુદ્દે રાજકીય પક્ષોમાં વિરોધાભાસ દેખાઇ રહ્યો છે. કેટલાકે આ મુદ્દે સહમતી દર્શાવી છે તો કેટલાક નારાજ છે. દેશના 4 રાજકીય પક્ષોએ આનું સમર્થન કર્યું છે જ્યારે 9 પક્ષો વિરોધમાં છે.
ઉલ્લેખનીય છે કે, સત્તાધારી બીજેપીએ 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'નો નારો આપીને નવી ચર્ચા જગાવી દીધી છે. આખા દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવામાં આવે.
વળી, ડીએમકેએ એક દેશ, એક ચૂંટણીના પ્રસ્તાવ અને સમર્થન પર વિરોધ નોંધાવ્યો છે. ડીએમકેના નેતા એ.સરવનાને કહ્યું કે, 'અમે આ ફોર્મ્યૂલાનો વિરોધ કરીએ છીએ, આ સંઘીય ઢાંચાના વિરોધમાં છે. તેમની આ ધારણા તામિલનાડુમાં બીજેપીના વિચારોનો વિસ્તાર છે.'
એક દેશ, એક ઇલેક્શન ફોર્મ્યૂલા અંતર્ગત લોકસભા અને વિધાનસભાની ચૂંટણી કરાવવાનો પ્રસ્તાવ છે અને વિધિ આયોગે રાજકીય પક્ષોને આ સંબંધિત સૂચન અને સલાહ માંગી હતી.
ઉલ્લેખનીય છે કે, રજનીકાંતે 2021માં તામિલનાડુમા વિધાનસભાની બધી 234 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.
ચેન્નાઇઃ ફિલ્મના સુપરસ્ટાર અભિનેતા રજનીકાંત એક દેશ, એક ચૂંટણી (વન નેશન, વન ઇલેક્શન)નું સમર્થન કર્યું છે. તેમને રવિવારે કહ્યું કે, આનાથી પૈસા અને સમય બન્નેની બચત થશે. જોકે રજનીકાંતે આ વલણથી તામિલનાડુ વિધાનસભામાં વિપક્ષી દળ ડીએમકેએ વિરોધ કર્યો છે.
ફિલ્મ અભિનેતાથી નેતા બનેલા રજનીકાંતે રવિવારે ચેન્નાઇમાં આયોજિત કાર્યક્રમમાં એક દેશ, એક ચૂંટણીનું સમર્થન કર્યું હતું. તેમને કહ્યું કે, આ રીતે ચૂંટણી કરાવવાથી દેશમાં પૈસા અને સમય બન્નેની બચત થશે. જ