9 ઓગસ્ટે થશે રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણી, વિપક્ષ માટે ફરી એકવાર પરીક્ષાનો સમય
નવી દિલ્હીઃ રાજ્યસભામાં ઉપ સભાપતિની ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ગઇ છે. સભાપતિ વૈંકેયા નાયડુએ આજે માહિતી આપી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યસભામાં બેઠકોનું ગણિતઃ... રાજ્યસભમાં કુલ સીટો 245 છે, એનડીએની પાસે 115 બેઠકો છે જેમાં સૌથી વધુ બીજેપીની પાસે 73 બેઠકો છે.
વળી અન્ય પક્ષોની પાસે રાજ્યસભામાં 16 બેઠકો છે. રાજ્યસભાની એક બેઠક હજુ ખાલી છે. ઉપ સભાપતિની આ ચૂંટણીમાં સાઉથ ઇન્ડિયાની પાર્ટી બીજેડીની ભૂમિકા મહત્વની રહેશે.
વળી, યુપીએની વાત કરીએ તો કુલ બેઠકો મિલાવીને 113 થઇ જાય છે. અહીં સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ છે, કોંગ્રેસ પાસે રાજ્યસભામાં 30 બેઠકો છે.
ઉપ સભાપતિની ચૂંટણી એકવાર ફરીથી વિપક્ષની એકતાનુ પરીક્ષણ છે. રાજ્યસભામાં સરકારની પાસે બહુમતી નથી. પહેલા કહેવાઇ રહ્યું હતું કે, ટીએમસી તરફથી કોઇ એક ઉમેદવાર હોઇ શકે છે, જેના પર આખો વિપક્ષ રાજી થઇ જશે. પણ ટીએમસીએ જાતેજ આ રેસમાંથી બહાર થવાનો નિર્ણય લઇ લીધો છે. કોંગ્રેસે હજુ સુધી આ મામલે કોઇ સ્પષ્ટતા નથી કરી. વળી ચર્ચા છે કે ટીએમસી બહાર થવાથી હવે ઉમેદવારી શરદ પવારની પાર્ટી એનસીપીને મળી શકે છે.
એનડીએ તરફથી જેડીયુના હરવંશ ઉમેદવાર હશે. હરવંશ બિહારના જાણીતા પત્રકાર છે. તે પ્રભાત ખબર અખબારના સંપાદક પણ રહી ચૂક્યા છે. જોકે વિપક્ષ તરફથી હજુ સુધી કોઇ ઉમેદવારને લઇને સહમતી બની નથી.
ઉપ સભાપતિની ચૂંટણી 9 ઓગસ્ટ, ગુરુવારે થશે. આ માટે આઠ ઓગસ્ટ બપોરે 12 વાગ્યા સુધી નૉમિનેશન કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -