✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાકેશ અસ્થાના નહીં બની શકે સીબીઆઈ ચીફ. આજે લેવાવાનો છે નિર્ણય, જાણો કોણ છે રેસમાં ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Jan 2017 11:16 AM (IST)
1

અત્યારે ગુજરાત કેડરના 1984 બેચના આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાના સીબીઆઈના ઈંચાર્જ ડારેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યાં છે પણ અત્યારે જે સંજોગો છે તે જોતાં અસ્થાનાની પસંદગી થવાની શક્યતા નથી. સીબીઆઈ ડાયરેક્ટર તરીકે પસંદગી માટે તૈયાર કરાયેલી નવી યાદીમાં અસ્થાનાનું નામ નથી. અસ્થાનાની નિમણૂકને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ અનુસાર 1979થી 1982ની બેચના આઈપીએસ અધિકારીઓના નામો યાદીમાં સામેલ કરાયાં છે. અસ્થાના 1984 બેચના આઈપીએસ હોવાથી તેમની પસંદગી નહીં થાય એ સ્પષ્ટ છે. એ રીતે અસ્થાનાને સીબીઆઈ ચીફ બનાવવાની મોદીની ઈચ્છા નહીં ફળે.

2

નવા સીબીઆઈ ડાયરેક્ટર બનવા માટે સૌથી ફેવરીટ 1979 બેચના દિલ્લીના આઈપીએસ અધિકારી અને હાલ દિલ્લીના પોલીસ કમિશ્નર આલોક વર્મા મનાય છે. ત્યાર બાદ ઈંડો તિબેટિન બોર્ડર પોલીસ (આઈટીબીપી) ના ડી.જી. કિષ્ના ચૌધરી પણ આ રેસમાં સામેલ છે. ક્રિષ્ના ચૌધરી પણ 1979 બેચના અધિકારી છે.

3

અસ્થાનાને ડિરેક્ટર બનાવવા જેમને ખસેડાયા હોવાના આક્ષેપ થયા તે આર.કે.દત્તા અને મહારાષ્ટ્ર કેડરના આઈપીએસ અધિકારી સતિશ માથુર પણ રેસમાં સામેલ છે. દત્તા સીબીઆઈમાં સ્પેશિયલ ડિરેક્ટર હતા. માથુર અગાઉ સીબીઆઈમાં કામ કરી ચૂક્યા છે, મુંબઈના 1993ના બ્લાસ્ટની તપાસ તેમણે કરી હતી.

4

નવી દિલ્લીઃ સીબીઆઈના વડાની નિમણૂકના મામલે ભારે વિવાદ થયા પછી સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ પ્રમાણે આજે સોમવારે સીબીઆઈના નવા વડાના નામ અંગે નિર્ણય લેવાશે. આજે સાંજે સાડા છ વાગ્યે સીબીઆઈના રેગ્યુલર ડાયરેક્ટરની નિમણૂંક માટે ઉચ્ચસ્તરીય બેઠક મળશે તેમાં નવા વડાનું નામ નક્કી કરાશે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જે. એસ. ખેહર અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે ભાગ લેશે. સીબીઆઈના નવા વડાની નિમણૂક માટેની સમિતીમાં આ ત્રણ મહાનુભાવો છે. ત્રણેય સાથે મળીને નવા સીબીઆઈ ચીફ અંગે નિર્ણય કરશે.

5

આ યાદીમાં બે મહિલા આઈપીએસ અધિકારી પણ છે. સહસ્ત્ર સીમા દળનાં ડી.જી. અર્ચના રામસુંદરમ અને બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેંટનાં ડી.જી. મીરા બોરવણકર પણ સીબીઆઈનાં ચીફ બનવાની રેસમાં છે. અત્યાર સુધી સીબીઆઈ ચીફ તરીકે કોઈ મહિલા નથી આવ્યાં તે જોતાં બંને માટે ઈતિહાસ સર્જવાની તક છે. અર્ચના રામસુંદરમ 1981ની બેચનાં તમિલનાડુનાં આઈપીએસ ઓફિસર છે અને અર્ધલશ્કરી દળનાં પહેલાં મહિલા ચીફ બનવાનું બહુમાન પણ ધરાવે છે. મીરા 1982ની બેચમાં મહારાષ્ટ્રનાં આઈપીએસ ઓફિસર છે. 1981 બેચના આઈપીએસ અધિકારી એવા એન.સી.આર.બી.ના ડિરેક્ટર જનરલ એ.આર.કે. કીની પણ રેસમાં છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • રાકેશ અસ્થાના નહીં બની શકે સીબીઆઈ ચીફ. આજે લેવાવાનો છે નિર્ણય, જાણો કોણ છે રેસમાં ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.