કૉંગ્રેસને મળ્યો જેઠમલાણીનો સાથ, કહ્યું- રાજ્યપાલે સત્તાનો કર્યો દુરુપયોગ
જેઠમલાણીએ કહ્યું, “ગવર્નરનો આદેશ સંવિધાનિક સત્તાનો એક ગંભીર દુરુપયોગ છે અને તેના કારણે ગવર્નર ઓફિસ અપમાનિત થઈ છે.”
નવી દિલ્હી: કર્ણાટકમાં સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીને આમંત્રણ આપવાના રાજ્યપાલના નિર્ણયને હવે પૂર્વ કાયદામંત્રી અને વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે. જેઠમલાણીએ કહ્યું કે, આ સંવિધાનિક અધિકારનો દુરુપયોગ છે. રાજ્યપાલ નરેન્દ્ર મોદીના ઈશારા પર કામ કરી રહ્યા છે.
કર્ણાટકના ગવર્નર વજુભાઈવાળાએ ભાજપને સરકાર બનાવવા આમંત્રણ આપી અને બહુમત સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો છે. કૉંગ્રેસ સહિત અનેક લોકોએ ગવર્નરના આ નિર્ણયની આલોચના કરી છે. કૉંગ્રેસે યેદુરપ્પાના શપથ ગ્રહણ વિરુદ્ધ કૉંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે શુક્રવાર સુધી ભાજપને બહુમત માટે 112 ધારાસભ્યની યાદી આપવા કહ્યું છે.