ફરી શરૂ થઈ શકે છે રામ મંદિર આંદોલનઃ VHPએ 5 ઓક્ટોબરે 36 સંતોની બોલાવી બેઠક
રામ મંદિર પર વીએચપીના સુરેન્દ્ર જૈને કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણયની ક્યાં સુધી રાહ જોતા રહેશું. જ્યારે આ વિષય પર વિલંબ થઈ ચૂક્યો છે ત્યારે આગળ આ આંદોલન માટે અમારી આગળની શું નીતિ હશે તેના માટે સંતોની બેઠક 5 ઓક્ટોબરે બોલાવી છે. જ્યારે સુપ્રીમ કોર્ટ તરફતી આ મામલે નિર્ણય લેવાને લઈને વિલંબ થઈ રહ્યો છે તો અમે આ દિશામાં કોઈ નક્કર કરવાનો નિર્ણય લીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સમિતિના પ્રમુખ રામ મંદિર આંદોલનના મુખ્ય મહંત નૃત્ય ગોપાલ દાસ છે, સૂત્રો અનુસાર સંતોની બેઠક માટે વિશ્વ હિન્દુ પરિષદે તમામ સંતોને પત્ર લખ્યો છે અને રામ મંદિર નિર્માણ માટે નિર્ણય લેવા માટેની બેઠકમાં હાજર રહેવા આમંત્રણ પાઠવ્યું છે. બેઠક દિલ્હીમાં થશે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર સંતોની આ બેઠકમાં રામ મંદિર નિર્માણ માટે આંદોલન કરવાનો નિર્ણય કરવામાં આવશે. આંદોલન માટે દેશભરમાંથી હિન્દુઓને કાર સેવા માટે રામ મંદિર નિર્માણમાં ભાગ લેવા માટે આગ્રહ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રામમંદિર આંદોલન ઓક્ટોબર મહિનાથી ફરી શરૂ થઈ શકે છે. વિશ્વ હિન્દુ પરિષદે 5 ઓક્ટોબરના રોજ 36 સંતોની બેઠક બોલાવી છે. તેના માટે સંતોની સમિતિ 5 ઓક્ટોબરના રોજ રામમંદિર નિર્માણ માટે કાર સેવાની જાહેરાત કરી શકે છે. વિશ્વ હિન્દુ પરિષદે 5 ઓક્ટોબરે સંતોની ઉચ્ચાધિકાર સમિતિની બેઠક બોલાવી છે, સંતોની આ સમિતિમાં દેશભરના 36 મુખ્ય સંતોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -