રામ મંદિર માટે કુંભમાં આજથી શરૂ થશે પરમ ધર્મ સંસદ, સંતો સાથે જોડાશે દેશ-વિદેશના પ્રતિનિધિઓ, જાણો વિગતે
જોકે, જજોની બંધારણીય બેન્ચમાં એક જજ જસ્ટિસ એસએ બોબડે ના હોવાના કારણે સુનાવણી ટળી ગઇ છે. હવે આગામી સુનાવણી ક્યારે થશે તે નક્કી નથી. આ બધાની વચ્ચે હવે આજથી કુંભમાં ધર્મ સંસદ શરુ થઇ રહી છે, જ્યાં સંતોની વચ્ચે રામ મંદિર પર ચર્ચા થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી ધર્મ સંસદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી રહી છે. આ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ આયોજિત કરવામાં આવશે. આ ધર્મ સંસદમાં વીએચપીના મોટા નેતાઓ ઉપરાંત બીજેપી નેતાઓ સામેલ થશે. અમિત શાહ, યોગી આદિત્યનાથ અને ગૃહ મંત્રી રાજનાથ સિંહ સામેલ થશે.
દેશમાં રાજકીય રીતે સૌથી વધુ ચર્ચાતા રામ મંદિર મુદ્દાને લઇને હવે ધર્મ સંસદ લાગવાની છે. આ વખતે બે વાર ધર્મ સંસદ થવાની છે, જેમાં પહેલી ધર્મ સંસદ 28, 29 અને 30 થશે. જેનું આયોજન શંકરાચાર્ય સ્વરુપાનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવી રહ્યું છે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિર પર ચાલી રહેલી રાજકીય ખેંચતાણની વચ્ચે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી ગઇ છે. રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલે 29 જાન્યુઆરી, એટલે કે આવતીકાલે સુનાવણી થવાની હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -