રામ મંદિર મુદ્દે મોદીના નિવેદનથી સંતુષ્ટ નથી VHP, કહ્યું- સરકાર રામ મંદિર માટે કાયદો બનાવે
આ સંજોગોમાં વિહિપનો નિર્ણય છે કે, હિન્દુ સમાજ વર્ષો સુધી કોર્ટના નિર્ણયની રાહ ન જોઈ શકે. અમે ઈચ્છીએ છીએ કે સરકાર અધ્યાદેશ લાવીને ભવ્ય મંદિરનું નિર્માણ કરે. આ કેસમાં આગળની વાતચીત પ્રયાગરાજમાં ધર્મ સંસદમાં થશે. ત્યાં સંત નક્કી કરશે કે આપણે આગળ શું કરવું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ રામ મંદિર મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મનની વાત સામે આવ્યા બાદ વિશ્વ હિન્દૂ પરિષદ (વીએચપી)નું નિવેદન પણ સામે આવ્યું છે. વીએચપીએ પીએમ મોદીની વાત સાથે સહમતી ન દર્શાવતા કહ્યું કે, સરકારે કોર્ટની કાર્યવાહી પૂરી થાય તે પહેલા જ કાયદો બનાવીને મંદિર બનાવવું જોઈએ. બુધવારે વીએચપીના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, કોર્ટની રાહ જોવી ઘણું લાંબુ થઈ જસે અને હિન્દૂ અનંત કાળ સુધી આ રીતે ન રહી શકે.
વિહિપના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે જણાવ્યું કે, અમે રામ જન્મભૂમિ વિશે વડાપ્રધાનનું નિવેદન જોયું. આ વિવાદ 69 વર્ષથી ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસ તેમની પ્રાથમિકતામાં નથી. હવે 4 જાન્યુઆરીએ કોર્ટ આ વિશે સુનાવણી કરવાની છે. પરંતુ જે બેન્ચ આ કેસની સુનાવણી કરવાની છે તે બેન્ચનું હજી ગઠન કરવામાં આવ્યું નથી અને તેમાં વર્ષો પસાર થઈ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -