✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રામ રહીમની બોલીવુડમાંથી પણ છૂટ્ટી, ફિલ્મ એસોસિએશને રદ્દ કર્યું લાયસન્સ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Sep 2017 03:45 PM (IST)
1

હનીપ્રીત પર પણ IFTDA ની સદસ્યતા હતી. રામ રહીમના ફિલ્મોંમા નિર્દેશનનું કામ કરી ચુકી છે. દોષી જાહેર થયા બાદ હવે રામ રહીમ માટે ચારે બાજૂના દરવાજા બંધ કરી દીધા છે.

2

બોલીવુડ બાદ રામ રહિમ બંગાળી સિનેમામાં પણ એન્ટ્રી કરવાનો પ્લાન બનાવી રહ્યા હતા. જો કે, હવે તે નિષ્ફળ ગયો છે. તે બંગાળી ફિલ્મોમાં પણ હીરો બનવાની ફિરાકમાં હતા. રામ રહીમ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ પર એક ફિલ્મ રીલીઝ કરવાના હતા. આ ફિલ્મમાં તે પોતે અભિનેતા, નિર્માતા, ડાયરેક્ટરથી લઈને લગભગ તમામ ભૂમિકામાં હતા.

3

ચંદીગઢ: બળાત્કાર કેસમાં દોષી જાહેર થયેલા રામ રહિમને સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશને(CINTA) મોટો ઝટકો આપ્યો છે. એસોસિએશને રામ રહીમના વર્ક પરમિટને રદ્દ કરી દીધું છે. જેના બાદ તે હવે ક્યારેય ફિલ્મ નહીં બનાવી શકે. જણાવી દઈએ કે, રામ રહીમ પાસે ઘણા સમયથી CINTAની મેમ્બરશિપ હતી. CINTA સિવાય ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાયરેક્ટર્સ એસોસિએસનને(IFTDA) કડક કાર્યવાહી કરતા તેમની સભ્યતા રદ્દ કરી દીધી છે. તેની સાથે રામ રહીમની માનેલી પુત્રી હનીપ્રીતની સદસ્યતા પણ રદ્દ કરી દીધી છે.

4

ઈન્ડ્યાએ રામ રહીમના ઓફિશિયલ ટ્વિટર એકાઉંટ પર ટ્વિટ ઈન્ડિયાએ રોક લગાવી દીધી છે. અકાઉન્ટ પર રોક લગાવ્યા બાદ તેના સમર્થકો હવે ટ્વિટર પર કોઈ જાણકારી નહીં મેળવી શકે. રામ રહીમના ટ્વિટર પર હાલ 3 મિલિયન ફોલોઅર્સ છે. તેના સિવાય ડેરા સચ્ચા સૌદાના અન્ય ચાર ટ્વિટર એકાઉંટ્સ પણ બ્લોક કરી દીધા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • રામ રહીમની બોલીવુડમાંથી પણ છૂટ્ટી, ફિલ્મ એસોસિએશને રદ્દ કર્યું લાયસન્સ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.