✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'બળાત્કારી બાબા': યુવતીઓને ગુફામાં લઇ જવા આ કોડવર્ડનો ઉપયોગ કરતો હતો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Aug 2017 10:37 AM (IST)
1

નવી દિલ્હીઃ ધર્મના નામ પર પોતાની દુકાન ચલાવતા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ બાબા રામ રહીમને સીબીઆઇ કોર્ટે સાધ્વી પર રેપ મામલે દોષિત ઠેરવ્યા હતા. ધીરે ધીરે બાબા રામ રહીમના કુકર્મો લોકો સામે ખુલ્લા પડી રહ્યા છે. લગભગ 15 વર્ષ અગાઉ બળાત્કારનો ભોગ બનેલી રેપ પીડિત મહિલાઓએ લોકો સમક્ષ પોતાની આપવીતી જણાવી હતી.

2

પીડિત મહિલાઓના મતે બાબા પોતાના સેવકો પાસે માફી કોડ વર્ડનો ઉપયોગ કરે છે જેનો અર્થ રેપ થાય છે. બાબાની ગુફાની સુરક્ષામાં ફક્ત મહિલા ગાર્ડ જ તૈનાત કરવામાં આવે છે. એક પીડિત મહિલાએ સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટ સામે 28 ફેબ્રુઆરી 2009ના રોજ જણાવ્યું કે, તે 1999માં બાબા રામ રહીમ પાસે ગઇ હતી. તે તેના ભાઇને કારણે ગઇ હતી પરંતુ બાદમાં મારા ભાઇએ જ્યારે મારા માટે ન્યાયની વાત કરી તો તેની હત્યા કરી દેવામાં આવી.

3

મહિલાઓએ કોર્ટ સમક્ષ, બાબા રામ રહીમની ગુફાની ખૌફનાક કહાણી વર્ણવી હતી. પીડિત મહિલાઓએ જણાવ્યું કે, આ એક એવી ગુફા હતી જેમાં બાબા રામ રહીત રહેતો હતો, ગુફાને ખાસ રીતે બનાવવામાં આવી હતી. પીડિતાના મતે રેપ દરમિયાન બાબા પોતાને ભગવાન ગણાવતો હતો.

4

પીડિત મહિલાઓએ જણાવ્યુ કે, બાબા રામ રહીમના આશ્રમમાં ‘પિતાજી પાસે માફી’નો અર્થ બળાત્કાર થાય છે. બાબા તેના સેવકો સાથે આ કોડમાં વાત કરતો હતો. જ્યારે બાબાની સાધ્વીઓ તેને પૂછતી હતી કે શું તને પિતાજી પાસેથી માફી મળી ગઇ ત્યારે પીડિતાને આ વાતનો અર્થ સમજાતો નહોતો પરંતુ રામ રહીમે 28-29 ઓગસ્ટ 1999ના રોજ પોતાની ગુફામાં બોલાવી અને તેની સાથે રેપ કર્યો તેને આ વાતનો અર્થ સમજાયો હતો.

5

9 સપ્ટેમ્બર 2010ના રોજ અન્ય એક સાધ્વીએ જણાવ્યું કે, તે 1998માં ડેરામાં ગઇ હતી અને બાબા રામ રહીમને તેનું નામ નજમ રાખ્યું હતું. તે તેના માતાપિતાને કારણે બાબાની ભક્ત થઇ હતી. સપ્ટેમ્બર 1999માં જ્યારે તે ગુફાની સુરક્ષા કરી રહી હતી ત્યારે બાબાએ તેને ગુફામાં બોલાવી હતી અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. અને ધમકી આપી હતી કે તે ગુફામાં ચાલી રહેલા ગુના અંગે કોઇને જાણ કરશે નહીં

  • હોમ
  • India-news
  • દેશ
  • 'બળાત્કારી બાબા': યુવતીઓને ગુફામાં લઇ જવા આ કોડવર્ડનો ઉપયોગ કરતો હતો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.