રામ રહીમનું હેડ ક્વાર્ટર વિદેશના શહેરને પણ ટક્કર મારે તેવું, જુઓ, મસાજ પાર્લર સહિતની કઈ કઈ છે સવલતો
Download ABP Live App and Watch All Latest Videos
View In AppFILE- In this Wednesday, Oct. 5, file 2016 photo, Indian spiritual guru, who calls himself Saint Dr. Gurmeet Ram Rahim Singh Ji Insan, arrives for a press conference ahead of the release of his new film MSG, The Warrior Lion Heart, in New Delhi, India. Several cities in north India were under a security lock down Thursday ahead of a verdict in a rape trial involving the controversial and hugely popular spiritual leader. (AP Photo/Tsering Topgyal, File)
સિરસા: ડેરા સચ્ચા સોદાના પ્રમુખ બાબા ગુરમીત રામરહીમનો સિરસા ખાતેનો ડેરો કોઈ સ્માર્ટ સિટીને પણ ઝાંખો પાડે તેવો છે. ફાઈવ સ્ટાર હોટેલ જેવી સુવિધાઓ આ ડેરામાં ઉપલબ્ધ છે. ગુરમીત રામ રહીમના આ ડેરામા ધ શાઈનિંગ મેજિક ગ્રાન્ડ રિસોર્ટ, મનોરંજન પાર્ક, મસાજ પાર્લર, સિનેમા હોલ, પેટ્રોલ પંપ, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, આઈટી કોલેજ, ઈન્ટરનેશનલ સ્કૂલ, ગર્લ્સ કોલેજ, દૈનિક અખબાર, માસિક પત્રિકા અને પોતાની ચેનલ પણ છે.
સ્માર્ટ સિટીમાં ઉપલબ્ધ તમામ પ્રકારની સુવિધા આ ડેરામાં ઉપલબ્ધ છે. ગુરમીત રામરહીમના SMG રિસોર્ટની જો વાત કરવામાં આવે તો તે દુનિયાની સાત અજાયબીઓ હોવાની વાત કરવામાં આવે છે.
ડેરાની અધિકૃત સાઈટ મુજબ તેમનો દાવો છે કે તેમની પાસે 22 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, 44 એશિયા બુક ઓફ રેકોર્ડ્સ, 3 લિમકા બુક ઓફ રેકોર્ડ્સ અને 7 ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ છે જેમાં મોટાભાગના રેકોર્ડ સૌથી વધુ લોકો સાથે કોઈ હેલ્થ ચેકઅપ કે રક્તદાન શિબિર સાથે જોડાયેલા છે. અત્યાર સુધી 2 લાખ લીટર રક્તદાનનો દાવો કરવામાં આવે છે. ડેરાનો દાવો છે કે તેમના 6 કરોડ અનુયાયીઓ છે.
દિલ્લીના લોરેન્સ રોડ ઉપર પણ તેમનો રુહાની આશ્રમ છે. આ બાજુ સતનામ સિંહ 1990 સુધી ગાદી પર રહ્યાં અને ત્યારબાદ ગુરમીત સિંહને 23 વર્ષની ઉંમરમાં ગાદી પર બેસાડ્યો. આવકવેરા વિભાગની સૂચના મુજબ વર્ષ 2010-11માં ડેરાની વાર્ષિક આવક 29,19,68000 એટલે કે 7 લાખ 99 હજાર પ્રતિદિન હતી.
એનબીટીના અહેવાલ મુજબ આ ખેલ ગામની અંદર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ, ટેનિસ લોન કે જેમાં ક્લે કોર્ટ અને સિન્થેટિક કોર્ટ બંને સામેલ છે. આ ઉપરાંત રોલર સ્કેટિંગ સ્ટેડિયમ, ફૂટબોલ, હેન્ડબોલ, વોલીબોલ, હોકી બાસ્કેટબોલ, નેટબોલ, જિમ્નેસ્ટિક, ગન શુટિંગ જેવા ખેલો માટે સ્ટેડિયમ સુવિધા ઉપલબ્ધ છે.
ડેરાની સ્થાપના 1948માં બ્લૂચિસ્તાનના ફકીર શાહ મસ્તાના દ્વારા કરવામાં આવી હતી. તેઓ પોતાના ગુરુ સાવન શાહ રાધાસ્વામી, વ્યાસના હુકમ પર સિરસા, ભારત આવ્યાં હતાં. અહીં તેમણે રાધાસ્વામી સત્સંગમાં સમય પસાર કર્યો અને પછી ડેરાની સ્થાપના કરી હતી. 1960માં તેમણે શરીરનો ત્યાગ કર્યો હતો. જલાલઆનાના મોટા જમીનદાર શાહ સતનામ મોટી સંપત્તિ છોડીને સાધુ બન્યા હતાં. બીજી બાજુ ડેરાના મેનેજર ગુરુબખ્શ સિંહ જગમાલવાળી ત્યારે ડેરાનું મેનેજમેન્ટ સંભાળતા હતાં. બંને વચ્ચે ડેરાના માલિકપણા માટે કાનૂની લડાઈ થઈ અને કોર્ટનો ચુકાદો સતનામ સિંહના પક્ષમાં આવ્યો. ત્યારબાદ મેનેજર સાહેબે જગમાલવાલીમાં ડેરો બનાવ્યો.
13 લાખની વસ્તી ધરાવતા સિરસામાં આવેલા ડેરામાં જે રેસ્ટોરંટ છે તે પાણીની અંદર છે. ત્રણ માળની બિલ્ડિંગમાં તેમાં લગભગ 59 રૂમ છે જેની કિંમત 9000 રૂપિયા પ્રતિ રૂમ છે. આ ઉપરાંત રિસોર્ટમાં ક્લબ, સ્પા ક્લબ અને જાકૂઝી જેવી અનેક ચીજો છે. આ ઉપરાંત 23 એકર જમીન પર MSG ખેલ ગામનું નિર્માણ કરવામાં આવ્યું છે.
સીરસાના ડેરામાં એક સત્સંગ હોલ પણ છે જે અનેક સો સ્કવેર મીટરમાં ફેલાયેલો છે. આ સત્સંગ હોલમાં લાખો લોકો એક સાથે સરળતાથી બેસી શકે છે. રામરહીમના આશ્રમમાં એક હેલીપેડ પણ છે જેના પર ફક્ત રામરહીમનું હેલીકોપ્ટર ઉતરે અથવા તો કોઈ વીઆઈપીનું. રામ રહીમ પાસે અનેક મોંઘી ગાડીઓ છે જેમાં મર્સિડિઝ, બીએમડબલ્યુ, ઓડી, લેક્સસ અને ટોયેટા સામેલ છે. આ ઉપરાંત તેમના ગેરેજમાં અનેક મોંઘી સ્પોર્ટ્સ બાઈક પણ જોવા મળે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -