દુનિયામાં સૌથી લાંબી મૂંછ ધરાવે છે આ ભારતીય, જાણો કેટલી છે લંબાઇ
તે તેમની મૂંછોને હમેશાં કપડામાં બાંધીને રાખે છે. જો ક્યારેય ખુલી જાય તો તેમની મૂંછો તેમનાં માટે આફત બની જાય છે. રામસિંહ ચૌહાણ તેમની લાંબી મૂંછોને કારણે દેશ-વિદેશમાં ઘણું નામ કમાઇ ચુક્યા છે. આ સાથે જ તે રાજસ્થાન પર્યટન વિભાગનાં 30 વર્ષ સુધી બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચુક્યા છે.
62 વર્ષિય રામસિંહ ચૌહાણે વર્ષ 1970થી તેમની મૂંછો કાપી નથી. રામસિંહ તેમની મૂંછોને ક્યારેય કપાવતા નથી. તે મૂંછો પર કોપરાનું તેલ, ઘી અને બદામનાં તેલથી માલિશ કરે છે. મૂંછો પર રામસિંહે આજદિવસ સુધી સાબુ નથી લગાવ્યો. તેને ધોવા માટે તે હમેશાં મુલ્તાની માટીનો ઉપયોગ કરે છે.
નવી દિલ્હીઃ બૉલીવુડના બિગ-બી અમિતાભ બચ્ચનનો 'શરાબી' ફિલ્મનો એક ડાઇલોગ લોકોને હજુયે યાદ છે, 'મૂછે હો તો નથ્થુલાલ જેસી હો, વરના ના હો' આ તો ફિલ્મી ડાયલોગ છે. પણ રિયલ લાઇફમાં આને સાચી ઠેરવી છે રાજસ્થાનના જયપુરના રામસિંહ ચૌહાણે.
રામસિંહ ચૌહાણને જોઇને સૌ કોઇ આશ્ચર્યમાં મુકાઇ જાય છે કેમકે તેની મૂંછોને દુનિયાની સૌથી લાંબી મૂંછમાં ગણવામાં આવી છે, એટલે 14 ફૂટ લાંબી મૂંછો વાળો આ વ્યક્તિને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવવામાં આવ્યો છે. તેમને 2010માં તેમની મૂંછો માટે ઇનામ પણ જીત્યુ હતું.
14 ફૂટની આ મૂંછો હવે તે વધીને 18 ફૂટ થઇ ગઇ છે. આ રેકોર્ડ અત્યાર સુધી કોઇએ નથી તોડ્યો. છેલ્લા 37 વર્ષથી તેઓ તેમની મૂંછોની ખાસ કાળજી લે છે. તે દરરોજ તેની માવજતમાં બે કલાક વિતાવે છે. તેને દાંતીયાથી ઓળીને માલિશ કરે છે. તેમાં ઘણો સમય લાગે છે.