PM પદ માટે 2019 નહી, 2024 માટે પ્રયાસ કરે વિપક્ષ: રામવિલાસ પાસવાન
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું 2019માં પ્રધાનમંત્રી પદ માટે કોઈ જગ્યા ખાલી નથી. તેમણે કહ્યું, વિપક્ષે 2024ને ઘ્યાનમાં રાખીને મહેનત કરવી જોઈએ. કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને શનિવારે કહ્યું કે, 2019માં વડાપ્રધાન પદ માટે હાલ કોઇ ખાલી જગ્યા નથી અને વિપક્ષને 2024ને ધ્યાનમાં રાખીને મહેનત કરવી જોઇએ. સત્તાપક્ષમાં એનડીએમાં સહયોગી લોકજનશક્તિ પાર્ટીના પ્રમુખ પાસવાને નરેન્દ્ર મોદી સરકારના વખાણ કર્યા. તેમણે કહ્યું, મોદી સરકારની છેલ્લા ચાર વર્ષોની ઉપલબ્ધીઓ સ્વતંત્રતા બાદ કોઇ અન્ય સરકારની ઉપલબ્ધીઓ કરતા વધારે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરામવિલાસ પાસવાને કહ્યું કે, પ્રધાનમંત્રી પર કોઇ આરોપ નથી. તેઓ સામાન્ય પરિવારમાંથી આવે છે. 24 કલાકમાં તેઓ 20 કલાક કામ કરે છે. આ સરકાર સામાન્ય માણસની સરકાર છે. તે ગરીબો માટે જનધન યોજના, આમ આદમી વિમા યોજના લાવી. ભારત હવે આર્થિક મહાશક્તિ બનવા જઇ રહ્યું છે.
પાસવાને દલિત મુદ્દા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે સ્વિકાર્યું કે સરકારની સાથે પહેલા દલિતોનાં મુદ્દે ધારણા અંગે સમસ્યા હતી, તેનો ઉકેલ આવી ચુક્યો છે. કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રીએ એનડીએ સરકારને ગરીબ દલિત અને ખેડૂતની સમર્થક સરકાર ગણાવી હતી. રામવિલાસ પાસવાને કહ્યું કે, મોદી સરકાર છેલ્લા ચાર વર્ષોથી સત્તામાં છે અને જો તેનો સમયગાળા દરમિયાન આ સરકારની ઉપલબ્ધીઓ ગણશો તો સ્વતંત્રતા બાદની કોઇ પણ અન્ય સરકારનો કાર્યકાળ આટલો સુંદર રહ્યો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -