રામવિલાસ પાસવાન સામે દીકરીએ જ માંડ્યો મોરચો, જાણો શું છે મામલો
આશા પાસવાન રામવિલાસ પાસવાનની પ્રથમ પત્ની રાજકુમારી દેવીની પુત્રી છે. રામવિલાસને પ્રથમ પત્નીથી બે દીકરીઓ છે. જ્યારે બીજી પત્નીથી એક દીકરો અને એક દીકરી છે. બીજી પત્નીનો દીકરો ચિરાગ પાસવાન જ રામવિલાસ પાસવાનનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે. પાર્ટીથી લઈ પરિવાર સુધી તેને મહત્વ આપવામાં આવે છે. રામવિલાસની પ્રથમ પત્ની એક ગામમાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપટનાઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને અંગુઠા છાપ કહેવું કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાનને ભારે પડતું નજરે પડી રહ્યું છે. પાસવાનના નિવેદન સામે તેમની જ દીકરી આશા પાસવાન ધરણા પર બેસી ગઈ છે. તેણે પિતા પાસે માફીની માંગ કરી છે. આશાએ કહ્યું કે, જો તેના પિતાએ રાબડી દેવીને લઈ આપેલું નિવેદન પરત નહીં લે તો વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.
આશા પાસવાને તેના પિતા પર ગંભીર આરોપો લગાવતાં કહ્યું કે, તેઓ શરૂઆતથી જ મહિલાઓનું અપમાન કરતાં આવ્યા છે. આ પહેલા ગઈકાલે આશા પાસવાને મીડિયાને આપેલા એક નિવેદનમાં દાવો કર્યો હતો કે, હું અને મારી માતા અભણ હોવાના કારણે રામવિલાસ પાસવાને તેમને તરછોડી દીધા હતા.
રામ વિલાસ પાસવાનના જમાઈ અને આશા પાસવાનના પતિ સાધુ પાસવાને કહ્યું કે તેઓ તેમનો ઘણો આદર કરે છે, પરંતુ રાબડી દેવીને લઈ જે નિવેદન આપ્યું તે ખોટું છે. દેશમાં હજુ પણ ઘણી મહિલાઓ નિરીક્ષર છે. રામવિલાસ પાસવાને તેમના નિવેદન બદલ માફી માંગવી પડશે. રામવિલાસ પાસવાનના જમાઇ અને દીકરી ગત વર્ષે આરજેડીમાં સામેલ થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -