ભાજપની સાંસદ બન્યા પછી ભૂલાઈ ગયેલી ખૂબસૂરત અભિનેત્રી ફરી કરશે એક્ટિંગ, જાણો વિગત

દીપિકા ચિખલિયા અભિનેતા મનોજ ગગીરિની ફિલ્મ 'ગાલિબ દ્વારા રૃપેરી પડદે પાછી ફરી રહી છે. આ ફિલ્મમાં તે આતંકવાદી અફઝલ ગુરુની પત્ની અને તેમના પુત્ર ગાલિબની માતા તબ્બસુમનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ અફઝલના પુત્ર ગાલિબ પર જ બનાવવામાં આવી છે.
તાજેતરમાં જ દીપિકાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ફિલ્મની વાર્તા મા-દીકરાની આસપાસ ફરે છે. જ્યારે કોઇ આતંકવાદીને મોતની સજા સંભળાવામાં આવે છે ત્યારે તેના પરિવારની વ્યથા આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. રામાયણ સીરિયલ ઉપરાંત દીપિકા એ ૧૯૮૯માં ચિરાગ અને ૧૯૯૧માં રાજેશ ખન્ના સાથે કામ કર્યું હતું. તે સિવાય દીપિકાએ તેલુગુ, મલાયાલમ, ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
1987માં આવેલી રામાયણ સીરિયલથી દીપિકાએ લોકપ્રિયતા મેળવી હતી. દીપિકાએ બાદમાં એક્ટિંગમાંથી રાજકીય કારર્કીદી શરૂ કરી હતી. દીપિકા 1991માં બરોડાની લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર સાંસદ બની હતી.
મુંબઇઃ ટીવી એક્ટ્રેસ દીપિકા ચિખલિયા ‘રામાયણ’ સિરિયલમાં સીતાનું પાત્ર ભજવીને લોકપ્રિય બની હતી. જોકે, બાદમાં તે અચાનક રૂપેરી પડદા પરથી ગાયબ થઇ ગઇ હતી અને હવે 20 વર્ષ બાદ ફરીવાર તે ટીવી પર એક્ટિંગ કરતી જોવા મળશે.