હવે આ ડોક્યુમેન્ટ સાથે લિંક કરાવવું પડશે આધાર, જાણો શું છે કેન્દ્ર સરકારની યોજના
સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આધાર કાર્ડને મોબાઈલ નંબર, બેંક ખાતા સહિત અન્ય સરકારી યોજનાઓ સાથે લિંક કરવું ફરજિયાત નથી, પરંતુ સામાજિક સુરક્ષા યોજનાઓનો ફાયદો મેળવવા માટે આધારની બદલે અન્ય ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આધાર ન હોવાને કારણે કોઈ પણ સામાજિક સુરક્ષા યોજનાઓથી વંચિત ન રાખી શકાય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા મોદી સરકારે જૂન 2017માં નવો નિયયમ લાવીને કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે આધારને ફરજિયાત કરી દીધું હતું. બેંક ખાતાને આધાર સાથે જોડવા માટે 31 ડિસેમ્બર સુધીની સમય મર્યાદા નક્કી કરી હતી જે પાછળથી 31 માર્ચ સુધી લંબાવવામાં આવી હતી.
આ પહેલા સપ્ટેમ્બરમાં કાયદામંત્રીએ કહ્યું હતું કે, સરકાર ડ્રાઈવિંગ લાઇસન્સને આધાર કાર્ડ સાથે જોડવાનો વિચાર કરી રહી છે. જોકે માર્ચમાં સુપ્રીમ કોર્ટે સરકારી યોજનાઓ સાથે આધાર કાર્ડને લિંક કરવાની સમય મર્યાદા અનિશ્ચિતકાળ માટે લંબાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટમાં આધાર સામે કાયદાકીય માન્યતા અંગે અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેની સુનવણી ચાલી રહી છે.
તેમણે કહ્યું કે, ડ્રાઈવિંગ લાઈસન્સને આધાર સાથે એટલા માટે લિંક કરાવવામાં આવે જેથી અપરાધીઓને પકડી શકાય. સાથે દારૂ પીને ગાડી ચલાવતા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરી શકાશે. તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિ પોતાનું નામ બદલી શકે છે ફિંગરપ્રિંટ નહીં.
નવી દિલ્હીઃ કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ડ્રાઈવિંગ લાઈસન્સને આધાર કાર્ડ સાથે લિંક કરવા પાછળનું એક મોટું કારણ જણાવ્યું છે. મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરતાં રવિશંકર પ્રસાદે કહ્યું કે, હું લાઈસન્સને આધાર કાર્ડ સાથે જોડવા માટે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી સાથે વાતચીત કરી રહ્યો છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -