10 રૂપિયાના નકલી સિક્કા ચલણમાં હોવાની અફવા અંગે RBIએ શું આપ્યો જવાબ, જાણો
મુંબઈઃ રિઝર્વ બેંકે 10 રૂપિયાના નકલી બજારમાં હોવાની અફવાને નકારી કાઢતા કહ્યું કે, લોકોએ આ પ્રકારની અફવા પર ધ્યાન આપવું ન જોઈએ. કેન્દ્રીય બેંકે લોકોને તમામ પ્રકારના વ્યવહારમાં કોઈપણ ખચકાટ વગર સિક્કા સ્વીકારવાનું કહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિઝર્વ બેંકે એક નિવેદનમાં કહ્યું કે, એવી જાણકારી મળી છે કે, કેટલાક ઓછી જાણકારી ધરાવતા અથવા ખોટી જાણકારી ધરાવતા લોકો વેપાર, દુકાનદાર વગેરે સહિત સામાન્ય લોકોની વચ્ચે આ પ્રકારના સિક્કાને લઈને શંકાઓ ઉભી થઈ છે. તેનાથી દેશના કેટલાક ભાગમાં આ સિક્કાના ચલણમાં અડચણો ઉભી થઈ છે અને તેના કારણે ભ્રમની સ્થિતિ ઉભી થઈ છે.
નિવેદન અનુસાર, રિઝર્વ બેંક લોકોને સલાહ આપે છે કે તે આ પ્રકારની અફવાહ પર ધ્યાન ન આપે અને તેને અવગણે તથા કોઈપણ ખટકાટ વગર પોતાના તમામ વ્યવહારમાં આ સિક્કાને કાયદાકીય ચલણ તરીકે સ્વીકારે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -