કેમ થઈ રહ્યાં છે બેંકના કૌભાંડ? આજે સંસદીય સમિતિ સામે જણાવશે RBI ગવર્નર ઉર્જિત પટેલ
ઉર્જિત પટેલ વધતા એનપીએને ઘ્યાનમાં રાખી રાષ્ટ્રીયકૃત બેંકોની સ્થિતિ અને બેકિંગ ક્ષેત્રમાં થતા ગોટાળાઓને રોકવા માટે ભવિષ્યમાં શું પગલાઓ ભરવા તેના પર વાત કરશે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા વીરપ્પા મોઈલી સંસદની સ્થાયી સમિતિની અધ્યક્ષતા કરી રહ્યા છે અને તેમાં મોટાભાગે તમામ રાજકીય પક્ષોના સદસ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસમિતિના સદસ્યોએ કહ્યું કે રિજર્વ બેંકના ગવર્નર છેલ્લા કેટલાક મહિનાઓમાં સામે આવેલા બેકિંગ ક્ષેત્રના ગોટાળાઓના સવાલો પર જવાબ આપશે. આ પહેલા વિત્ત સેવાના સચિવ રાજીવ કુમારે બેકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા સવાલો પર સમિતિ સામે પોતાનો પક્ષ રાખ્યો હતો. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ આ સમિતિના સદસ્ય છે અને આજે યોજાનારી બેઠકમાં તેમના ભાગ લેવાની સંભાવના છે.
નવી દિલ્લી: રિજર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલ આજે સંસદિય સમિતિ સામે રજૂ થશે. આ દરમિયાન તેઓ બેકિંગ ગોટાળા અને એનપીએ વિશે પોતાનો પક્ષ રાખશે. સંસદની આ સ્થાયી સમિતિમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ સદસ્ય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -