✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

RBI જૂની નોટો શું ભાવે વેચશે? તેમાંથી શું બનશે? તમારા ઘરમાં પણ હોઈ શકે જૂની નોટમાંથી બનેલી ચીજ, જાણો રસપ્રદ વાત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Dec 2016 10:42 AM (IST)
1

નવી દિલ્હીઃ નોટબંધી બાધ રદ્દ થઈ ગયેલી 500 અને 1000 રૂપિયાની જૂની નોટોના નિકાલને લઇને જાત-જાતની અટકળો થઇ રહી હતી. જાણવા મળ્યું છે કે જૂની નોટો પ્લાયવૂડ બનાવવામાં વપરાશે. રિઝર્વ બેન્કે કેરળની એક કંપની સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે અને 250 રૂપિયે ટનના ભાવે જૂની નોટો તે કંપનીને વેચવામાં આવી રહી છે.

2

કન્નૂર જિલ્લાના વાલાપટ્નમની વેસ્ટર્ન ઇન્ડિયા પ્લાયવૂડ નામની કંપનીએ કોન્ટ્રાક્ટ મેળવવા ઘણા ટેસ્ટ આપવા પડ્યા. 71 વર્ષથી પ્લાયવૂડ બનાવતી કંપનીના એમડી મયાન મોહમ્મદે જણાવ્યું કે, નોટોને કંપનીની ફેક્ટરી સુધી અત્યંત ગોપનીય રીતે પહોંચાડવામાં આવી રહી છે.

3

કંપનીનું મૂળ કામ સ્પોર્ટ્સ ગુડ્સ બનાવવાનું છે. 1945માં બનેલી કંપનીમાં 1,200 વર્કર કામ કરે છે. હાર્ડબોર્ડ અને પ્રીફિનિશ્ડ બોર્ડ બનાવવા માટે આઇએસઓ-9002 સર્ટિફિકેટ મેળવનારી પહેલી કંપની છે. તેને અત્યાર સુધીમાં 60થી 70 ટન જૂની નોટો મળી ચૂકી છે. કંપની એક અઠવાડિયામાં એક-બે ટ્રક જેટલી જૂની નોટો લઇ રહી છે. એક ટ્રકમાં અંદાજે 18 ટન નોટો આવે છે.

4

આપણી ચલણી નોટો ટોપ ક્વોલિટીના કાગળની હોય છે. તથા સામાન્ય ન્યૂઝપ્રિન્ટ કે ક્રાટ પેપર કંપનીઓ તેને રિસાઈકલ કરી શકતી નથી. ડબલ્યૂઆઈપીએલમાં નોટ્સના ટુકડાને લાકડાની ચિપ્સમાં મિશ્ર કરીને પ્રેસ કરાય છે. 100 કિલો માવામાં સાત કિલો નોટ્સના ટુકડા અને બાકીના લાકડાની ચિપ્સ હોય છે.

5

અત્યાર કંપનીના યાર્ડમાં નોટોની કતરણનો જંગી ઢગલો હોવા છતાં કંપના આ રેશિયો જાળવી રાખવા માગે છે જેથી માવાની ફાઈબર ડેન્સિટી ટકી રહે. આ પલ્પમાંથી બનતું ફર્નિચર લાંબો સમય ટકી શકે છે તેમ કંપનીના એમડી મોહમ્મદે જણાવ્યું હતું.

  • હોમ
  • India-news
  • દેશ
  • RBI જૂની નોટો શું ભાવે વેચશે? તેમાંથી શું બનશે? તમારા ઘરમાં પણ હોઈ શકે જૂની નોટમાંથી બનેલી ચીજ, જાણો રસપ્રદ વાત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.