8 નવેમ્બરે RBIએ કરી નોટબંધીની ભલામણ, તેના થોડા જ કલાકમાં મોદીએ લાઈવ આવીને કરી જાહેરાત, જાણો

આ અંગે નાણાં સચિવ શક્તિકાંત દાસને પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. પરંતુ ત્યારે તેમણે કહ્યું હતું કે, એ વાતનો ઉલ્લેખ કરવાનો કોઈ મતલબ નથી કે આ નિર્ણય કોણે લીધો. જરૂરી એ છે કે નિર્ણયનું પરિણામ શું આવશે.
અહેવાલ અનુસાર, કેન્દ્ર સરકારને નોટબંધીની ભલામણ કરવા માટે દસમાંથી 8 બોર્ડ મેમ્બર્સની મીટિંગ થઈ હતી. જોકે, કાયદા પ્રમામે બોર્ડમાં 21 સભ્ય હોવા જોઈએ. જેમાંથી 14 સ્વતંત્ર હોય છે. પરંતુ છતાં પણ બોર્ડ લગભગ અડધા કરતાં ઓછા સભ્યોથી પણ કામ ચલાવે છે. નોટબંધીની જાહેરાત પહેલા જ તૈયારીઓ પૂરજોશમાં હતી. બેંકે 2000ની નવી નોટ 4.94 કરોડ રૂપિયાની પહેલા જ છાપી લીધી હતી. રિઝર્વ બેંકના અધિકારીઓ અનુસાર, આ મંજૂરી અથવા ભલામણ માત્ર ઔપચારિકતા માટે હતી.
ઉલ્લેખનીય છે કે, આ પ્રપોઝલ માત્ર એક પેપરવર્ક હતું. કારણ કે નોટબંધીની તૈયારી તો ઘણાં સમયથી ચાલી રહી હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 અનુસાર કેન્દ્ર સરકારની પાસે કોઈપણ નોટ બંધ કરવાની સત્તા છે પરંતુ તે નિર્ણય માત્ર કેન્દ્ર સરકાર એટલી નથ લઈ શકતી. નિર્ણય લાગુ કરવા માટે તેને આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડ તરફતી ભલામણ મળવી જરૂરી છે. આ ભલામણ આઠ નવેમ્બરે નોટબંધીની જાહેરાતના થોડા જ કલાક પહેલા કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાઓ નોટબંધીના નિર્ણયની ભલામણ નોટબંધીની જાહેરાતના કેટલાક કલાક પહેલા જ કરી હતી. ત્યાર બાદ પીએમ મોદીએ ટીવી પર લાઈવ આવીને તેની જાહેરાત કરી દીધી. આ જાણકારી RTI દ્વારા મળી છે. આ RTI હિન્દુસ્તાન ટાઈમ્સે કરી હતી.