સરકારે સિક્કાનું પ્રોડક્શન કર્યુ બંધ, આ છે અસલી કારણ
ઉલ્લેખનીય છે કે મોદી સરકારે 8 નવેમ્બર, 2016ના રોજ દેશમાં નોટબંધી લાગુ કરી હતી. આ દિવસે મોદીએ અચાનક જ રાતે 12 વાગ્યાથી 500 અને 1000ની નોટ બંધ થઈ જશે તેવી જાહેરાત કરી હતી. આ ફેંસલા પાછળ કેન્દ્ર સરકારે ભ્રષ્ટાચાર અને બ્લેકમનીને ખતમ કરવાની દલીલ કરી હતી. નોટબંધી લાગુ થયા બાદ દેશમાં દિવસો સુધી અફડાતફડીનો માહોલ રહ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App500 અને 1000 રૂપિયાની જૂની નોટો બંધ કર્યા બાદ મોદી સરકારે 2000 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડી હતી. વિપક્ષે મોદી સરકારના નોટબંધીના ફેંસલાની ભારે ટિકા કરી હતી.
આ પાછળનું કારણ આપતાં અધિકારીએ જણાવ્યું કે, નોટબંધી બાદ મોટી માત્રામાં સિક્કા બનાવવામાં આવ્યા હતા. હાલ આરબીઆઈના સ્ટોરમાં ઘણા સિક્કા ઉપલબ્ધ છે. તેથી આરબીઆઈના આગામી આદેશ સુધી સિક્કાનું પ્રોડક્શન અટકાવી દેવામાં આવ્યું છે.
મુંબઈઃ મોદી સરકારે તેમના અત્યાર સુધીના કાર્યકાળમાં અનેક ક્રાંતિકારી ફેંસલા લીધા છે. નોટબંધી બાદ હવે કેન્દ્ર સરકાર વધુ એક મોટો ફેંસલો લઇ જવા રહી છે. સરકાર સિક્કા બંધી કરવાની તૈયારી કરી રહ્યું છે.
મુંબઈ, હૈદરાબાદ, કોલકાતા અને નોઇડાની સરકારી ટંકશાળમાં સિક્કાનું પ્રોડક્શન બંધ થઈ ગયું છે. ભારત સરકાર વતી આ ચાર જગ્યાએ સિક્કા બનાવવામાં આવે છે. આરબીઆઈના અધિકારીના કહેવા મુજબ મંગળવારથી જ સિક્કા બનાવવાનું કામ બંધ થઈ ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -