RBIએ રોકડ ઉપાડની મર્યાદામાં આપી છૂટ, પણ રાખી એવી શરત કે તમે પણ દંગ રહી જશો, જાણો
એક તર્ક એવો પણ છે કે હવે પગારની તારીખો નજીક આવતાં રિઝર્વ બેન્કે આવનારા દિવસોમાં લોકોના બેન્ક ખાતામાં સીધા જમા થનારા પગારોને ધ્યાનમાં રાખીને આ નવી છૂટછાટ આપી છે. પરંતુ રિઝર્વ બેન્કનાં નોટિફિકેશનમાં નેટબેંકિંગ કે ચેકથી ટ્રાન્સફર થનારા પગાર વિશે કોઇ સ્પષ્ટ ઉલ્લેખ નથી એટલે રિઝર્વ બેન્કના આ નવા નિયમનું ખરેખર શું અર્થઘટન થાય છે તે અંગે મોડી રાત સુધી લોકો અટવાતા રહ્યા હતા અને જાણકારોનું માર્ગદર્શન મેળવવા પ્રયાસ કરી રહ્યા હતા. આવતીકાલે બેન્કોમાં કોઇ વિસ્તૃત સૂચના આવે છે કે કેમ તેની રાહ જોવાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે રિઝર્વ બેન્કે એવો દાવો કર્યો છે કે, બેંકિંગ સિસ્ટમમાં વધારે નાણાં ફરતાં થાય તે માટે તેણે હવે ઉપાડની મર્યાદા વધારતી નવી છૂટછાટ આપી છે.
નવી દિલ્હીઃ નોટબંધી આવ્યા બાદ જૂની નોટો જમા તો થઈ ગઈ પણ સૌથી મોટી મુશ્કેલી રોકડનો કકળાટ હોવાની સામે આવી છે. હાલ બેંકો પાસે રોકડ પૂરતી સંખ્યામાં ન હોય અને જે લોકો પાસે તે તેનો સંગ્રહ કરી રહ્યા છે જેને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે નવો કીમીયો શોધી કાઢ્યો છે.
આ આદેશ બાદ જો હવે તમે તમારા ખાતામાં જૂની નોટો સિવાય અન્ય તમામ નોટો સ્વરૂપે સપ્તાહમાં 30 હજાર રૂપિયા જમા કરાવો છો તો તમે સપ્તાહમાં 24 હજાર પ્લસ 30 હજાર એટલે કે 54 હજાર રૂપિયા ઉપાડી શકો છો. ટૂંકમાં આ કોઈ છૂટ છે જ નહીં માત્ર તમે જે રકમ જમા કરાવો છો તે જ તમને ઉપાડવા દેવામાં આવી રહી છે.
અત્યારે લોકોને રોજિંદા વપરાશ માટે કે વ્યવસાયિક જરૂરિયાત માટે પણ પૂરતી રોકડ મળતી નથી તો લોકો તેમની પાસે ઉપલબ્ધ 2000, 100, 50, 20, 10ની નોટો પણ શા માટે બેન્કમાં જમા કરાવે તે સમજવું અઘરું છે. પરંતુ, રિઝર્વ બેન્કે આ ફતવો બહાર પાડીને જાણે કે ઉપાડ મર્યાદા વધારી લોકોને મોટી રાહત આપી હોય તેવો દેખાવ કર્યો છે.
રિઝર્વ બેંકના નવા આદેશ અનુસાર હવે 29મી નવેમ્બરથી લોકો નવી નોટ એટલે કે, 2000, 500, 100, 50, 20, 10, 5 સ્વરૂપે જેટલી રકમ બેંકમાં જમા કરાવશે તેટલી જ રકમ રકમનો વધારે ઉપાડ તમે કરી શકશો. હાલમાં બચત ખાતામાં 24 હજાર અને ચાલુ ખાતામાં સાપ્તાહિક 50 હજારના ઉપાડની મર્યાદા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -