ટૂંક સમયમાં RBI જાહેર કરશે 100ની નોટ, જાણો શું થશે જૂની નોટોનું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Dec 2016 08:09 AM (IST)
ટૂંક સમયમાં RBI જાહેર કરશે 100ની નોટ, જાણો શું થશે જૂની નોટોનું
1

નવી દિલ્લી: રિઝર્વ બેંક ઑફ ઈંડિયા (આરબીઆઈ)એ મંગળવારે કહ્યું કે જલ્દીથી 100 રૂપિયાની નોટ જાહેર કરશે. જો કે, 100 રૂપિયાની જૂની નોટ પહેલાની જેમ જ ચાલશે.

2

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ 8 નવેમ્બરે 500 અને 1000 હજાર રૂપિયાની જૂની નોટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નોટ 9 નવેમ્બર રાત્રે 12 વાગ્યાથી ચલણમાંથી બહાર કરી દેવામાં આવી હતી. જેના પછી 500 અને 2000 રૂપિયાની નવી નોટ ચલણમાં લાવવામાં આવી હતી.

3

આરબીઆઈના મતે, 100 રૂપિયાની નોટ 2005ની મહાત્મા ગાંધી સીરિઝમાં છાપવામાં આવશે. તેમાં બન્ને નંબર પેનલો પર કોઈ ઈનસેટ અક્ષર નહીં હોય અને વર્તમાન ગર્વનર ઉર્જિત આર. પટેલના હસ્તાક્ષર હશે.

4

તેના પાછલા ભાગ પર મુદ્રણ વર્ષ 2016 લખવામાં આવશે. બાકી તમામ મહાત્મા ગાંધી સીરિઝ-2005ની જેમ જ હશે. ઉલ્લેખનીય છે કે તેના પહેલા આરબીઆઈ 50 અને 20 રૂપિયાની નવી નોટ જાહેર કરવાની ઘોષણા કરી ચૂક્યું છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ટૂંક સમયમાં RBI જાહેર કરશે 100ની નોટ, જાણો શું થશે જૂની નોટોનું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો