✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાહુલ ગાંધીએ પહેલી વખત કહ્યું, હું પ્રધાનમંત્રી પદનો ઉમેદવાર બનવા તૈયાર છું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Sep 2017 09:42 AM (IST)
1

રાહુલ ગાંધીએ કાશ્મીર ખીણમાં વધતા આતંકવાદ માટે મોદીને જવાબદાર ગણાવ્યા હતા. નરેન્દ્ર મોદી પાસે તેમની વાત રજૂ કરવાની ખૂબ સારી સ્કીલ છે, તેઓ મારા કરતા પણ સારા વક્તા છે. તેમને ખબર છે ટોળામાંથી 3-4 ગ્રૂપને કેવી રીતે મેસેજ આપી દેવો અને તેમના મેસેજની અસર પણ ઘણી સારી રહે છે.

2

રાહુલે કહ્યું કે, દેશે 70 વર્ષમાં જેટલો વિકાસ કર્યો છે તેની ઝડપ ભારતમાં થઈ રહેલા ધ્રુવીકરણ, નફરત અને રાજકારણથી મંદ પડી શકે છે. રાહુલે કહ્યું કે, સ્વતંત્ર વિચાર ધરાવતા જર્નાલિસ્ટની હત્યા કરવામાં આવી રહી છે, દલીતોને માર મારવામાં આવી રહ્યો છે. મુસ્લિમો અને અલ્પ સંખ્યકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. અહિંસાનો વિચાર અત્યારે જોખમી છે. નફરત, ગુસ્સો અને હિંસા આપણને બર્બાદ કરી શકે છે.

3

વિદ્યાર્થીઓને સંબોધન કરતી વખતે કહ્યું હતું કે, દેશમાં સાંપ્રદાયિકતા અને ધ્રુવીકરણ કરનારી તાકાત માથું ઉઠાવી રહી છે. અર્થવ્યવસ્થા વિશે રાહુલે કહ્યું હતું કે, નોટબંધી અને ઉતાવળમાં જીએસટી લાગુ કરવામાં દેશની આર્થિક સ્થિતિ ઘણી ખોરવાઈ ગઈ છે. વંશવાદ સાથે જોડાયેલા એક સવાલમાં રાહુલે કહ્યું હતું કે, આખો દેશ એ રીતે જ તો ચાલે છે. તેમાં તેમણે અખિલેશ યાદવથી લઈને સ્ટાલિન અને અભિષેક બચ્ચનનું નામ પણ ગણાવ્યું હતું.

4

નવી દિલ્હીઃકોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પહેલી વખત કહ્યું કે, જો પક્ષ કહેશે તો હું પ્રધાનમંત્રી પદનો ઉમેદવાર બનવા તૈયાર છું. તેમણે એ પણ સ્વીકાર્યું કે 2012માં કોંગ્રેસ પાર્ટીમાં ઘમંડ આવી ગયો હતો અને પાર્ટીએ લોકો સાથે સંવાદ કરવાનું ઓછું કરી દીધું, જેના કારણે અમે લોકોથી દૂર થઈ ગયા. અમેરિકા પ્રવાસ પર ગયેલ રાહુલ ગાંધીએ યૂનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં જુદા જુદા મુદ્દા પર પોતાના વિચાર રાખ્યા. આ કાર્યક્રમનો વિષય ‘ઇન્ડિયા એટ 70: રિફલેક્શન ઓન ધ પાથ ફોરવર્ડ’ હતો. તેમાં રાહુલે સમકાલીન ભારત અને તેના પછીની સફર વિશે પોતાના મંતવ્યો રાખ્યા.

  • હોમ
  • India-news
  • દેશ
  • રાહુલ ગાંધીએ પહેલી વખત કહ્યું, હું પ્રધાનમંત્રી પદનો ઉમેદવાર બનવા તૈયાર છું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.