કેદારનાથ: મુકેશ અંબાણી બરફમાં ચાલીને મંદિરે દર્શન કરવા પહોંચ્યા, જુઓ આ રહી તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈશા અને આનંદની સગાઈ 21 ડિસેમ્બરે ઈટલીના લેક કોમોમાં થઈ હતી. આ દરમિયાન બન્ને પરિવારના ખાસ મહેમાનો પહોંચ્યા હતાં. આનંદે મહાબલેશ્વરના એક મંદિરમાં ઈશા અંબાણીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. આનંદ અને ઈશા એક-બીજાને ઘણાં સમયથી ડેટ કરી રહ્યા હતાં તેવું કહેવામાં આવી રહ્યું છે.
ઈશાના લગ્ન વિશે કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય રીત-રિવાજ મૂજબ લગ્ન કરવામાં આવશે. લગ્ન પહેલાં વીકેન્ડમાં અંબાણી અને પીરામલ પરિવાર પોતાના મિત્રો અને પરિવારજનોને ઉદેપુર બોલાવશે જ્યાં સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાની સાથે તેમનું સ્વાગત કરવામાં આવશે.
મુકેશ અંબાણીની પુત્રીના લગ્ન આનંદ પીરામલની સાથે 12 ડિસેમ્બરે યોજાવના છે. કેદારનાથના દર્શન પહેલા અંબાણી પોતાની પુત્રીના લગ્નનું કાર્ડ ચઢાવવા પરિવારની સાથે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા હતાં. સિદ્ધિવિનાયક દર્શન સમયે મુકેશ અંબાણી સફેદ કુર્તા-પાયજામા જ્યારે તેમની પત્ની નીતા અંબાણી પટિયાલા સૂટમાં જોવા મળ્યા હતાં.
કેદારનાથના દર્શન બાદ તેમણે એબીપી ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ કેદારનાથના આશિર્વાદ લેવા માટે આવ્યા હતાં. આ દરમિયાન તેમણે દેશના તમામ લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, મેં પુત્રી ઈશા અંબાણીના લગ્ન પહેલાં કેદારનાથના દર્શન કરીને આશિર્વાદ લીધા છે.
ઉત્તરાખંડ: ધનતેરસના દિવસે મુકેશ અંબાણી ઉત્તરાખંડના કેદારનાથ મંદિરે પહોંચ્યા હતાં. ત્યાર પહોંચ્યા બાદ મુકેશ અંબાણીએ કેદારનાથ મંદિરના દર્શન કર્યાં હતાં. વહેલી સવારે જ તેઓ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતાં. જ્યાં તેમણે ભગવાનના ચરણોમાં લગ્નનો કંકોત્રી ચઢાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -