શું મોદી સરકારની નોટબંધી ફ્લોપ રહી?, જાણો 50 દિવસમાં કેટલી જૂની નોટ થઈ જમા
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય સંસ્થા બ્લૂમબર્ગના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, 500 રૂપિયા અને 1000 રૂપિયાની બંધ કરવામાં આવેલ 97 ટકા નોટ બેંકમાં પાછી આવી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઠ નવેમ્બરે નોટબંધીની જાહેરાત કરી હતી. બ્લૂબમર્ગને સૂત્રો દ્વારા મળેલી જાણકારીમાં દાવો કર્યો છે કે, નોટબંધી બાદ બેંકોમાં 30 ડિસેમ્બર સુધી 14.97 લાખ કરોડ રૂપિયા પાછા આવી ગયા છે. સરકારને શરૂઆતમાં અંદાજ હતો કે કુલ ૧૫.૪ લાખ કરોડની ચલણી નોટોમાંથી પાંચ લાખ કરોડ રૂપિયા બેન્કોમાં જમા નહીં થાય અને ટેક્સથી બચવા માટે લોકો આ નાણાં જમા નહીં કરાવે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેન્ટરફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઈઈ) અનુસાર વિતેલા વર્ષના આખરી ક્વાર્ટરમાં એક લાખ 25 હજાર કરોડ રૂપિયાના રોકાણની દરખાસ્તો મળી હતી જ્યારે મોદી સરકારને આ પહેલા નવ મહિનામાં દર ક્વારટરમાં સરરેાશ બે લાખ 36 હજાર કરોડ રૂપિયાના રોકાણની દરખાસ્તો મળી હતી. એક ઓક્ટોબરથી નોટબંધી પહેલા સુધી કુલ 39 દિવસમાં રોજ 2097 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત થઈ હતી. સીએમઆઈઈ અનુસાર નોટબંધી પહેલાની તુલનામાં રોકાણ દરખાસ્ત સરેરાશ 61 ટકા ઘટાડાની સાથે 824 કરોડ રૂપિયા પ્રતિ દિવસ રહી છે.
છેલ્લા એક સપ્તાહમાં પ્રકાશિત થયેલા ખાનગી અંદાજ પ્રમાણે રોકડ પર પ્રતિબંધના કારણે બે લાખ કરોડના અર્થતંત્રને આંચકો લાગશે. ભારત વિશ્વમાં સૌથી વધારે ઝડપથી વિકસતા અર્થતંત્રનું સ્થાન ધરાવે છે પરંતુ નોટબંધીના કારણે નરમાઇ જળવાશે તો ભારત આ સ્થાન ગુમાવશે.
મોદી સરકાર માને છે કે મહત્ત્વના રાજ્યોમાં ચૂંટણી અગાઉ આ પગલાંથી તેની લોકપ્રિયતામાં વધારો થશે અને આ સરકાર ભ્રષ્ટાચાર સામે લડવા માટે પ્રતિબદ્ધ છે તેવી માન્યતા દૃઢ બનશે. ભ્રષ્ટાચાર વિરોધી પગલાંથી આર્થિક વૃદ્ધિને ભારે અસર થઇ છે અને કરોડો લોકોએ ૫૦ દિવસ સુધી બેન્કો તથા એટીએમની બહાર લાઇનમાં ઉભા રહેવું પડ્યું હતું. જોકે ભ્રષ્ટાચાર સામેનું આ પગલું એકંદરે લોકપ્રિય રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -