પહેલા ચોથી પછી છઠ્ઠી લાઇનમાં બેસાડ્યા રાહુલ ગાંધીને, મોદી સરકાર પર ભડકી કોંગ્રેસ
સમારોહ બાદ કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલે ટ્વીટ કરી મોદી સરકાર પર નિશાન સાધ્યું, તેમને કહ્યું કે કેન્દ્ર સરકાર જાણી-જોઇને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને છઠ્ઠી લાઇનમાં બેસાડાયા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમિત શાહ આજે રાજપતના પ્રજાસત્તાક દિવસ સમારોહમાં પહેલી લાઇનમાં જ દેખાયા, જ્યારે રાહુલ ગાંધી ચોથી લાઇનમાં બેઠા હતા. રાહુલની સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ પણ ચોથી લાઇનમાં બેઠા હતા.
કોંગ્રેસ નેતાઓનું કહેવું હતું કે પાર્ટી અધ્યક્ષને આઝાદી બાદથી પહેલી લાઇનમાં જગ્યા આપવામાં આવી રહી છે. સોનિયા ગાંધીને પણ કોંગ્રેસ અધ્યક્ષ રહેતા હંમેશા પહેલી લાઇનમાં જગ્યા આપવામાં આવી. 2014માં ભાજપ સત્તામાં આવ્યા બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહને પણ હંમેશા પહેલી જ લાઇનમાં જગ્યા આપવામાં આવી છે.
ત્યારબાદ કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, અમારા પાર્ટી અધ્યક્ષને ચોથી લાઇનમાં જગ્યા આપવામાં આવી છે, પણ ભૂતકાળમાં તેમને પહેલી લાઇનમાં જગ્યા આપવામાં આવતી હતી. કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો હતો કે મોદી સરકાર 'સસ્તી રાજનીતિ' કરી રહી છે. જોકે નેતાએ એ પણ કહ્યું હતું કે ભલે ગમે ત્યાં જગ્યા આપવામાં આવે પણ પ્રજાસત્તાક દિવસ સમારોહમાં તેઓ ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે, પ્રજાસત્તાક દિવસના પ્રસંગે રાજપથ પર થનારા આ સમારોહમાં બેઠકની વહેંચણી રક્ષા મંત્રાલય કરે છે. રાજપથના સમારોહમાં રાહુલ ગાંધીને ચોથી લાઇનમાં સીટ આપવામાં આવી હોવાની વાત ગુરુવારે સામે આવી હતી,
રાજપથમાં યોજાનારા પ્રજાસત્તાક દિવસ સમારોહમાં આ વખતે આસિયાનના 10 રાષ્ટ્રાધ્યક્ષ ચીફ ગેસ્ટના રૂપમાં સામેલ થયા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી લાઇનમાં બેઠા હતા, જ્યારે ગૃહમંત્રી રાજનાથ સિંહ સહિત વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી બીજી લાઇનમાં બેઠેલા દેખાયા.
નવી દિલ્હીઃ દેશ 69માં પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજપથ પર પ્રજાસત્તાક દિવસના સમારોહમાં સામેલ થયા. તો ચોથી લાઇનમાં કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદની બાજુમાં બેઠેલા દેખાયા, જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની તેમનાથી બે લાઇન આગળ બેઠેલી જોવા મળી, જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પહેલી લાઇનમાં બેઠેલા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -