મમતા બેનર્જી સાથે ઘરણા પર બેસશે તેજસ્વી યાદવ, કોલકાતા જવા રવાના
પટના: સીબીઆઈ વિવાદને લઈને કેંદ્ર સરકાર સામે ઘરણા પર બેઠેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સમર્થન કરવા માટે આરજેડી નેતા તેજસ્વી યાદવ કોલકાતા જવા માટે રવાના થઈ ગયા છે. મમતા બેનર્જી સાથે તેમની મુલાકાત આશરે 8 વાગ્યે થઈ શકે છે. તેજસ્વી યાદવ મમતા બેનર્જી સાથે ઘરણા પર બેસશે. ઉલ્લેખનીય છે કે રવિવારે પોતાના ટ્વિટમાં તેમણે કહ્યું હતું કે તેઓ કોલકાતા જઈ શકે છે. મમતા બેનર્જી કાલે ઘરણા પર બેઠા ત્યારે તેજસ્વી યાદવે તેમનું સમર્થન કર્યું હતું. આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવે પણ મમતા બેનર્જીનું સમર્થન કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશારદા કૌભાંડમાં પોલીસ કમિશ્નર રાજીવ કુમારની તપાસ માટે પહોંચેલી સીબીઆઈની ટીમ અને પોલીસ વચ્ચે રવિવારે થયેલા વિવાદ પછી પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ મોદી સરકાર વિરુદ્ધ ધરણાં શરૂ કર્યા હતા.
મમતા બેનરજીએ કહ્યું, દેશ નરેન્દ્ર મોદીથી પરેશાન થઈ ચૂક્યો છે. આજે ઈમરજન્સી કરતાં પણ વધારે ખરાબ હાલત છે. અમારી ધીરજ હવે પૂરી થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર સીબીઆઈને કાર્યવાહી કરવા માટે પ્રેશર કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -