મિઝોરમમાં જીતનારા આ ધારાસભ્ય છે ફૂટબોલ ક્લબના માલિક, જાણો કઈ કઈ લક્ઝરીયસ કાર છે તેમની પાસે?
ઉલ્લેખનીય છે કે મિઝોરમ વિધાનસભાની કુલ 40 બેઠકો છે, જેમાં સત્તાધારી પાર્ટી કોંગ્રેસને માત્ર 5 બેઠકો જ્યારે બીજેપીને 1 અને અન્યના ખાતામાં 8 બેઠકો આવી હતી. રાજ્યમાં સૌથી મોટા પક્ષ તરીકે મિઝો નેશનલ ફ્રન્ટને 26 બેઠકો મળી છે.
ઉપરાંત રોયટે 2014માં પણ અપક્ષ ઉમદેવાર તરીકે લોકસભા ચૂંટણી લડ્યા હતા પણ હારનો સામનો કરવો પડ્યો હતો. 51 વર્ષીય રોયટેએ ઇકો ફ્રેન્ડલી ચૂંટણી લડી હતી, તેમની પાસે લિંમ્બોર્ગીની લક્ઝૂરિયસ કાર હોવા છતાં પગપાળા ચૂંટણી પ્રચાર કર્યો હતો.
એમએનએફના નેતા 51 વર્ષીય રોબર્ટ રોમાવિયા રોયટેની પાસે કુલ 55 કરોડની સંપતિ છે, તે લોકપ્રિયા ફૂટબૉલ ક્લબ આઇઝોલના માલિક છે. રોયટે આઇઝોલ પૂર્વ-2 બેઠકના ઉમેદવાર છે. તેઓ પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડ્યા અને જીત્યા છે, અહીં તેમને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા નાણામંત્રી લાલસાવતાને હરાવ્યા છે.
મિઝોરમની આ ચૂંટણીમાં સૌથી નજર એમએનએફના ઉમેદવાર રોબર્ટ રોમાવિયા રોયટે પર રહી, રોયટે રાજ્યમાં સૌથી વધુ ધનિક ઉમેદવાર રહ્યો. તે પોતે ફૂટબોલ ક્લબનો માલિક પણ છે, સાથે તે લક્ઝૂરિયસ કારનો શોખીન પણ છે. જોકે, તેને આ ઇલેક્શનમાં પગે ચાલીને પોતાના પક્ષોનો પ્રચાર કર્યો હતો.
નવી દિલ્હીઃ ગઇકાલે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા, કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પોતાનો ધ્વજ લહેરાવી દીધો, જોકે, મિઝોરમમાં સત્તાધારી પાર્ટી કોંગ્રેસનેને પ્રાદેશિક પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટે ઉખાડી ફેંકી છે.