EDએ રોબર્ટ વાડ્રાની બે કલાક કરી પૂછપરછ, લંચ બ્રેક બાદ ફરી કાર્યવાહી થશે
બુધવારે વાડ્રા રજૂ થયા ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે રોબર્ટ વાડ્રા ગુનેગાર છે, સંબિત પાત્રાએ વાડ્રાની લંડન અને દિલ્હીની સંપતિને લઈને તેમને નિશાને લીધા હતા. ભાજપનો દાવો છે કે વાડ્રાએ આ સંપતિ ગેરકાયદેસર રીતે મેળવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: મની લોન્ડ્રિંગ કેસમાં રોબર્ટ વાડ્રાએ આજે ફરી EDની સમક્ષ હાજર થયા છે. રોબર્ટ વાડ્રા સવારે 11.35 વાગ્યે ED ઓફિસ પહોંચ્યા હતા. ગઈ કાલે EDએ 6 કલાક સુધી વાડ્રાની પૂછપરછ કરી હતી. ગુરૂવારે EDએ રોબર્ટ વાડ્રાની વધુ પૂછપરછ કરી હતી. બે કલાકની પૂછપરછ બાદ લંચ બ્રેક માટે વાડ્રાને રજા આપવામાં આવી હતી. લંચ બ્રેક બાદ સવાલોના જવાબ આપવા વાડ્રા પરત આવશે. અત્યાર સુધી 2 કલાકની પુછપરછમાં આશરે 20 સવાલ પુછવામાં આવ્યા છે, આજે આશરે 40 સવાલ પુછવામાં આવશે.
રોબર્ટ વાડ્રાની મુશ્કેલીમાં વધારો થાય તેવા રિપોર્ટ્સ સામે આવ્યા છે. વાડ્રાની આજે માત્ર એક પ્રોપર્ટી નહી પરંતુ લંડનની ચાર પ્રોપર્ટીને લઈને વાડ્રાને સવાલ પુછવામાં આવ્યા હતા. જે પ્રોપર્ટીને લઈને સવાલ પુછવામાં આવ્યા તેમાં 42, અપર બ્રૂક સ્ટ્રીટ લંડન, બેલિંગ્ટન રોડ સેન્ટ જોન્સવુડ લંડન, અજવેયર રોડ લંડન, સારાગોટા રોડ ક્લૈપટોન લંડન, સામેલ છે. આ તમામ પ્રોપર્ટીને લઈને પુછવામાં આવેલા સવાલોના જવાબમાં વાડ્રાએ કહ્યું તેનું કોઈપણ પ્રોપર્ટી સાથે કઈ લેવા-દેવા નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -