BJP જ્યારે પણ ફસાય છે ત્યારે મારું નામ ઉછાળે છે, 56 ઇંચની છાતી બતાવી રાફેલ મુદ્દે જવાબ આપે: રોબર્ટ વાડ્રા
ઉલ્લેખનીય છે કે, ભાજપે આરોપ લગાવ્યો છે કે યૂપીએ સરકાર વાડ્રાના મિત્ર સંજય ભંડારીની કંપનીને મધ્યસ્થી તરીકે ઉપયોગ કરવા માંગે છે અને જ્યારે આ નથી શક્યું તો કૉંગ્રેસ આ ડીલ રદ્દ કરાવીને બદલો લેવા માંગે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોબર્ટ વાડ્રાએ કહ્યું, તેમની પાસે તમામ એજન્સીઓ છે. વર્તમાન સરકાર અને ભાજપથી વધારે કોઈ નથી જાણતું કે છેલ્લા ચાર વર્ષમાં રાજકીય વેરના કારણે મારી પાછળ પડી છે. વાડ્રાએ કહ્યું, જૂઠની આડમાં છુપાયા વગર તેમણે 56 ઇંચની છાતી સાથે સાહસ દેખાડવું જોઈએ અને દેશને રાફેલ મુદ્દે જવાબ આપવો જોઈએ. લોકો એકની એક વાત સાંભળીને કંટાળી ગયા છે.
વાડ્રાએ નિવેદન આપતા કહ્યું કે, ‘શરૂઆતમાં હું હેરાન થતો હતો પરંતુ હવે તો આ તમાશો બની ગયો છે. ભાજપ જ્યારે પણ ફસાઈ છે ત્યારે મારું નામ ઉછાળવા લાગે છે. પછી તે રૂપિયામાં ઘટાડો હોય, પેટ્રોલિયમ ઉત્પાદોની કિંમતમાં વધારો હોય કે પછી હાલમાં રાફેલ પર દેશને વેચવાને લઈને બેનકાબ થવાનો મામલો હોય. દર વખતે તેઓએ મારું નામ લીધું છે.’
નવી દિલ્હી: રાફેલ વિવાદને લઈને ભાજપ-કૉંગ્રેસ આમને સામને આવી ગયા છે. તેની વચ્ચે ભાજપે રોબર્ટ વાડ્રા પર પણ આરોપો લગાવ્યા છે. ત્યારે ભાજપના આરોપોને ફગાવી દેતાં સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાએ સરકાર પર રાજકીય દ્વેષથી પાછળ પડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું બીજેપી જ્યારે પણ ફસાઈ જાય છે ત્યારે તેનું નામ વચ્ચે લાવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -