સોશિયલ મીડિયા પર વાયરલ થઇ 1 હજાર રૂપિયાની નવી નોટ, જાણો આ પાછળની હકીકત

નોટબંધી દરમિયાન મીડિયાને સંબોધિત કરતી વખતે ઇકોનોમિક અફેર્સ સેક્રેટરી શક્તિદાંસ કાંતે એક હજાર રૂપિયાની નવી નોટને લઇને જાહેરાત કરી હતી. જો કે ત્યાર બાદ સરકાર તરફથી 1000 રૂપિયાની નોટો અંગે કોઇપણ પ્રકારનું નિવેદન નથી આવ્યું.
નોટબંધી વખતે વાદળી રંગની નોટ પણ વાયરલ થઇ હતી જોકે બાદમાં કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફોટોશોપ દ્ધારા 500 અને 2000 રૂપિયાની નોટોનો કલર બદલીને લોકોની વચ્ચે અફવા ફેલાવાઇ રહી છે.
વ્હોટ્સએપ પર એક હજાર રૂપિયાની નવી નોટની તસવીરો વાયરલ થઇ છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મોદી તેને 1 જાન્યુઆરીએ લોન્ચ કરશે. પરંતુ એક જાન્યુઆરી ક્યારનીય જતી રહી પણ નોટ સરકારે જાહેર કરી નથી. જોકે, સરકાર તરફથી આ વાતને લઇને કોઇ જાહેરાત કરવામાં આવી નથી. કેટલાક મીડિયા રિપોર્ટમાં તેને અફવા ગણવામાં આવી છે. આ નોટ આછા લીલા રંગની જોવા મળી રહી છે.
નવી દિલ્હીઃ નોટબંધીના બે મહિના બાદ ફરી એકવાર સરકાર એક હજાર રૂપિયાની નવી નોટ જાહેર કરે તેવી અફવાઓનું બજાર ગરમ થઇ ગયું છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર 1 હજાર રૂપિયાની આ નોટ ટૂંક સમયમાં લોન્ચ કરવાની છે. આરબીઆઇ જલદી જ આ નોટોને ઇશ્યૂ કરશે.