Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
મોદી સરકારના પ્રધાનનું એલાનઃ રીઝર્વ બેંકની 6 અડચણો દૂર થતાં હવે દરેક વ્યક્તિના ખાતામાં જમા થશે 15 લાખ રૂપિયા
નવી દિલ્હીઃ પોતાના નિવેદનને કારણે હંમેશા ચર્ચામાં રહેનાર કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ ફરી એક વખત એવું નિવેદન આપ્યું છે જેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. અઠાવલેએ કહ્યું કે, મોદી સરકાર તો 15 લાખ રૂપિયા આપવા માગે છે પરંતુ આરબીઆઈ રૂપિયા આપી નથી રહ્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅઠાવલેએ પ્રધાનમંત્રી મોદીના ભારોભાર વખાણ કર્યા અને વિપક્ષ પર નિશાન સાધ્યું. તેણે કહ્યું કે, “નરેન્દ્ર મોદી ખૂબ જ એક્ટિવ પ્રધાનમંત્રી છે. રાફેલ મુદ્દે સુપ્રીમ કોર્ટે ક્લીન ચિટ આપી છે. તેની સાથે જોડાયેલ તમામ દસ્વાતેજ જમા કરાવવામાં આવ્યા છે. વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી, ત્રણ ચાર મહિનામાં બધાની હવા નીકળી જશે. નરેન્દ્ર મોદી ફરી એક વખત પ્રધાનંત્રી બનશે.”
દરેકના ખાતામાં રૂ. 15 લાખ જમા કરવા માટે કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્ક પાસેથી ફંડ માંગ્યું હતું, પરંતુ રિઝર્વ બેન્કે ઈનકાર કર્યો એટલે વિલંબ થયો છે. હવે ધીમે ધીમે દરેકના ખાતામાં રૂ. 15 લાખ જમા થઈ જશે.
અઠાવલેએ કહ્યું કે, મોદીએ આવું વચન આપ્યું હતું એ સાચુ જ છે અને વડાપ્રધાન પોતે આપેલા દરેક વચનો પૂરા કરે જ છે. આ વચન પણ પૂર્ણ કરશે જ. અત્યાર સુધી 6 પ્રકારની ટેક્નિકલ અડચણ આડે આવતી હતી, પરંતુ તેનું હવે નિરાકરણ આવી ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -