દિલ્હીઃ હોટલ 'તક્ષ ઈન'માંથી 3.25 કરોડ રૂપિયા મળ્યા, પાંચ લોકોની અટકાયત
ગઈકાલે મહારાષ્ટ્રના ઠાણેમાં 1.4 કરોડ રૂપિયા, નવી મુંબઈથી 23.70 લાખ રૂપિયાની નવી નોટ, હરિયાણાના ફરીદાબાદમાં 27.30 લાખ રૂપિયાની નવી નોટ, ગુરુગ્રામમાં 7.92 લાખ રૂપિયાની નવી નોટ, મધ્ય પ્રદેશના બાલાઘાટમાં 15.40 લાખ રૂપિયાની નવી નોટ અને રાજસ્થાનના ચુરુમાં 3.67 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ દિલ્હીની એક હોટલમાંથી મોડી સંખ્યામાં કાળું નાણું મળી આવ્યું છે. સવા ત્રણ કરોડની રકમ કારોલ બાગની હોટલ તક્ષ ઇનમાંથી મળી આવી છે. ઇનકમ ટેક્સ અને ક્રાઈમ બ્રાન્ચે મળને ગુપ્ત સૂચનાને આધારે હોટલમાં રેડ કરી હતી.
હોટલના બે રૂમમાંથી જૂની નોટમાં સવા ત્રણ કરોડ રૂપિયા મળી આવ્યા છે. આ રૂપિયા મુંબઈના કેટલાક હવાલા ઓપરેટરોના હોવાની શંકા છે. સમાચાર અનુસાર આપાંચ લોકોએ બે રૂમ બુક કરાવ્યા હતા.
ઇનકમ ટેક્સ અને ક્રાઈમ બ્રાન્ચને આ લોકની પૂછપરછ દરમિયાન બેકમાંથી આ રૂપિયા મળ્યા છે. કહેવાય છે કે, આ મામલે તપાસ પૂરી થવા સુધી આ લોકોને અટકાયતમાં રાખવામાં આવશે. હાલમાં ઇનકમ ટેક્સ અને ક્રાઈમ બ્રાન્ચ આગળ વધુ તપાસ કરી રહી છે.
જણાવીએ કે 24 કલાકમાં અંદાજે સવા પાંચ કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. ગઈકાલે દિવસભરમાં દેશના અલગ અલગ શહેરમાંથી અંદાજે બે કરોડ રૂપિયા મળ્યા. જ્યારે આજે સવારે સવા ત્રણ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -