✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગડકરી-RSS રચી રહ્યા છે PM મોદીની હત્યાનું ષડયંત્ર, જાણો કોણે લગાવ્યો આવો આરોપ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Jun 2018 08:24 AM (IST)
1

પુણેના ભીમા-કોરેગાંવ હિંસા મામલે પકડાયેલા નકસલી નેતાઓના ઈમેલ અને હાર્ડ ડિસ્કમાંથી મળેલા રોડ શો દરમિયાન પીએમ મોદીની હત્યાના કાવતરાંનો ઉલ્લેખ થયો હતો. પોલીસના ખુલાસા બાદ મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ સામે આવ્યા અને નિવેદન આપ્યું કે નકસલીઓ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જેમ પીએ મોદીની હત્યાનું મોટું કાવતરું રચ્યું હતું.

2

નવી દિલ્હીઃ જેએનયુ વિદ્યાર્થી સંઘની પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશીદે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને લઈ કરેલા ટ્વિટથી વિવાદ વકર્યો છે. શેહલાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને આરએસએસ પર વડાપ્રધાન મોદીની હત્યાનું કાવતરું રચવામાં સામેલ હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. તેનાથી નારાજ થઈ ગડકરીએ કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. આરોપોને લઈ શેહલા અને ગડકરી વચ્ચે ટ્વિટર પર જંગ છેડાયો છે.

3

ગડકરીની ચેતવણી બાદ શેહલા રશીદે જેએનયુ સ્ટુડન્ટ ઉમર ખાલિદનો મુદ્દો ઉઠાવ્યો. શેહલાએ બીજા ટ્વિટમાં લખ્યું, વિશ્વની સૌથી મોટી પાર્ટીના નેતા એક વ્યંગાત્મક ટ્વિટથી ઉત્તેજિત થઈ ગયા. જરા વિચારો એક નિર્દોષ વિદ્યાર્થી ઉમર ખાલિદ અને તેના પિતાને કેવું લાગશે જ્યારે તેમને જૂઠ્ઠા આરોપ બદલ ત્રાસ આપવામાં આવી રહ્યો છે. ગડકી રાહુલ શિવશંકર પર કાર્યવાહી કરશો ?

4

શેહલાના ટ્વિટના જવાબમાં નામ લીધા વગર ગડકરીએ લખ્યું, હું અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા જઈ રહ્યો છું જેમણે મારા પર પીએમ મોદીને ડરાવવા માટે થઈ રહેલી હત્યાનું કાવતરા મામલે આપત્તિજનક ટિપ્પણી કરી છે.

5

શેહલા રશીદે ટ્વિટ કર્યું કે, આરએસએસ અને નીતિન ગડકરી પીએમ મોદીની હત્યાનું ષડયંત્ર રચી રહ્યા છે. આમને જુઓ બાદમાં મુસલમાનો અને કમ્યુનિસ્ટો પર આરોપો લગાવો અને પછી મુસ્લિમોનું લિંચિંગ કરો. શેહલાએ તેના ટ્વિટની સાથે RajivGandhiStyleનો પણ પ્રયોગ કર્યો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ગડકરી-RSS રચી રહ્યા છે PM મોદીની હત્યાનું ષડયંત્ર, જાણો કોણે લગાવ્યો આવો આરોપ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.