રામ મંદિર પર મોદીના નિવેદન બાદ RSSએ કહ્યું રામ મંદિર તો......
નોંધનીય છે કે, ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલ ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ સોમવારે કહ્યું કે, રામ મંદિર મામલે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વટહુકમ પર વિચાર કરવામાં આવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ રામ મંદિરના મુદ્દા પીએમ મોદીએ સોમવારે આપેલ નિવેદન પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રતિક્રિયા સામે આવી છે. આરએસએસે કહ્યું કે, અમે પીએમ મોદીના નિવેદન મંદિર નિર્માણની દિશામાં સકારાત્મક પગલું લાગે છે. પીએમે અયોધ્યામાં શ્રીરામના ભવ્ય મંદિર બનાવવાના સંકલ્પના પોતાના ઇન્ટરવ્યૂમાં ફરી ઉલ્લેખ કર્યો, આ ભાજપના પાલમપુર અધિવેશન (1989)માં પસાર થયેલ પ્રસ્તાવ અનુસાર જ છે.
RSSએ કહ્યું કે, 2014ના ભાજપના ચૂંટણી મેનીફેસ્ટોમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અયોધ્યામાં રામમંદિર બનાવા માટે બંધારણની મર્યાદામાં રહેલ તમામ પ્રયત્નો કરવાનું વચન આપ્યું છે. ભારતના લોકોએ તેના પર વિશ્વાસ મુકીને તેને બહુમત આપ્યો છે. આરએસએસના સહકાર્યવાહ દત્તાત્રેય હોસબલેએ કહ્યું કે, ભારતના લોકોને આશા છે કે સરકાર પોતાના કાર્યકાળમાં આ વચન પૂરું કરશે.
આરએસએસે કહ્યું કે, આ પ્રસ્તાવમાં ભાજપે કહ્યું હતું કે, અયોધ્યામાં રામ જન્મભૂમિ પર ભવ્ય રામમંદિર બનાવવા માટે સંવાદ અથવા યોગ્ય કાયદો બનાવવાનો પ્રયત્ન કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -