RTIમાં પૂછ્યો પીએમ મોદીની સુરક્ષાનો ખર્ચ, મળ્યો આ જવાબ
કેન્દ્ર સરકારે 2005માં સુચના અધિકારનો અધિનિયમ બનાવ્યો છે.જેના મુજબ કોઈ પણ વ્યક્તિ સરકારી વિભાગ પાસેથી જાણકારી માગી શકે છે અને સરકારી વિભાગ દ્વારા જાણકારી આપવું ફરજિયાત હોય છે. પણ જો કોઈ જાણકારી માગે અને તેનાથી કોઈ વિશિષ્ઠ વ્યક્તિ કે દેશની સુરક્ષાનો સવાલ હોય તો વિભાગ જાણકારી આપવાની ના પાડી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેની સાથે ડૉં. નૂતને રાષ્ટ્રપતિની સુરક્ષાના ખર્ચની જાણકારી પણ માંગી હતી. તેના પર રાષ્ટ્રપતિ ભવન પાસેથી જવાબ મળ્યો હતો કે, રાષ્ટ્રપતિની સુરક્ષાકર્મીઓની જાણકારી આપવા પર ખતરો બની શકે છે જેના કારણે જાણકારી આપવાનો ઈનકાર કરી દીધો હતો. રાષ્ટ્રપતિ કાર્યલય તરફથી જણાવવામાં આવ્યું હતું કે તેની સુરક્ષામાં લાગેલા કર્મીઓ પર 155.4 કરોડ અને ગાડીઓની પાછળ 64.9 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.
આરટીઆઈ એક્ટિવિસ્ટ ડૉ. નૂતન ઠાકુરે પોતાની આરટીઆઈમાં પીએમઓ પાસેથી મોદીની સુરક્ષામાં તહેનાત સુરક્ષાકર્મીઓ અને વાહનોની સંખ્યાની જાણકારી માગી હતી. તેણે પીએમઓને પૂછ્યું કે પીએમ મોદીની સુરક્ષામાં લાગેલા કર્મીઓ અને વાહનોના ઈંધણ પર કેટલો ખર્ચ થાય છે. ત્યારે પીએમઓના અપર સચિવ પ્રવીણ કુમારે જવાબમાં કહ્યું કે પીએમ મોદીની સુરક્ષાની જવાબદારી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ પાસે છે. જો કે આરટીઆઈ એક્ટની ધારા 24 અનુસાર જન સુચની અધિકારની બહાર છે. તેથી આ અંગે તેને જાણકારી નહીં આપી શકાય.
નવી દિલ્લી: લખનઉના એક આરટીઆઈ એક્ટિવિસ્ટે પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ) પાસે પીએમની સુરક્ષાના ખર્ચ અંગે માહિતી માગી હતી પરંતુ પીએમઓએ આ જાણકારી આપવાનો ઈનકાર કરી દીધો છે. પીએમઓ તરફથી આ અંગે સુરક્ષાનો હવાલો આપી જાણકારી આપી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -