RTI દ્વારા માંગવામાં આવ્યું શ્રીકૃષ્ણનું બર્થ સર્ટિફિકેટ, મથુરાના અધિકારી પણ ગોથે ચઢ્યા
ગેંદલેના અજીબ-ગરીબ પ્રશ્નથી મુશ્કેલીમાં પડેલા એડીએમ (કાયદો અને વ્યવસ્થા) રમેશ ચંદ્રનું કહેવું છે કે, જનમાન્યતા અને પ્રાઈવેટ આસ્થા સાથે જોડાયેલા આ પ્રશ્નોના શું જવાબ આપવામાં આવે, આને લઈ તે હાલમાં મુંઝવણમાં છે. તેમણે કહ્યું કે, હિન્દૂ ધર્મ સાથે સંબંધિત તમામ ગ્રંથો, પુસ્તકો વગેરેમાં આ પ્રકારના વર્ણન કરવામાં આવેલા છે ભગવાન કૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં તત્કાલિન શૌરસેન (જેને વર્તમાનમાં મથુરાના નામથી ઓળખવામાં આવે છે) જનપદમાં થયો હતો. તેમણે અહીંના રાજા કંસનો વધ કરવાની સાથે દ્વારકા ગમન પહેલા કેટલીએ જગ્યા પર અનેક લીલાઓ કરી હતી. જેથી ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા આવા પ્રશ્નોના શું જવાબ આપવામાં આવે, તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછત્તીસગઢના બિલાસપુર જનપદના ગુમા ગામના નિવાસી આરટીઆઈ કાર્યકર્તા જૈનેન્દ ગેંદલેએ આરટીઆઈ નાખીને મથુરા જીલ્લા તંત્રને પ્રશ્ન કર્યો છે. આરટીઆઈમાં લખવામાં આવ્યું છે કે, વિગત 3 સપ્ટેમ્બરે દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીના અવસરે રજા જાહેર કરી ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ મનાવવામાં આવ્યો. જેથી મહેરબાની કરીને ભગવાન શ્રીકૃષ્ણના જન્મનું પ્રમાણપત્ર ઉપલબ્ધ કરાવવામાં આવે. જેથી એ સિદ્ધ થઈ શકે કે, તેમનો જન્મ આ દિવસે જ થયો હતો. આરટીઆઈમાં એ પણ પૂછવામાં આવ્યું છે કે, બતાવવામાં આવે કે, તે સાચે ભગવાન હતા? અને હતા, તો કેવા? તેમના ભગવાન હોવાની પ્રમાણિકતા પણ ઉપલબ્ધ કરવવામાં આવે. ગેંદલેએ એ પણ પુછ્યું છે કે, ભગવાન કૃષ્ણનું ગામ કયું હતું? તેમણે ક્યાં-ક્યાં લીઓ કરી?
મથુરાઃ છત્તીસગડના એક કાર્યકર્તાએ આરટીઆઈ દ્વારા મથુરાના જિલ્લા પ્રશાસન પાસે ભગવાન શ્રીકૃષ્ણનું બર્થ સર્કિફિકેટ, તેના ગામ, તેના દ્વારા કરવામાં આવેલ બ્રજ લીલાઓ વગેરે સંબંધમાં જાણકારી માગવામાં આવી છે. તેને લઈને મથુરાના અધિકારીઓ પણ ગોથે ચઢી ગયા છે. જિલાના મુખ્ય સૂચના અધિકારી અને એડીએમ રમેશ ચંદ્રનું કહેવું છે કે, જનમાન્યતા અને વ્યક્તિગત આસ્થા સાથે જોડાયેલ આ સવાલોનો શું જવાબ આપવામાં આવેલ તેને લઈને હાલમાં મૂંઝવણમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -