તમિલનાડૂમાં જયલલિતાના મોતના કારણે દુ:ખી થઈને કેટલા વ્યક્તિઓએ ગુમાવ્યા જીવ, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Dec 2016 08:01 AM (IST)
1
પાર્ટીએ બુધવારે કહ્યું છે કે જયલલિતાના નિધન પર તેમને અગ્નિદાહ આપનાર કડલોર એક પાર્ટી કાર્યકર્તાને પણ 50 હજાર રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે. તેમના સારવારનો ખર્ચ પણ અન્નાદ્રમૂક વહન કરશે.
2
ચેન્નાઈ: સત્તારૂઢ અન્નાદ્રમૂકે કહ્યું છે કે પાર્ટી સુપ્રીમો જયલલિતાના નિધન પછી તેમની પાછળ દુખી થઈને હાલ રાજ્યમાં કુલ 77 લોકોએ મોતને વહાલું કર્યું છે. પાર્ટીએ દરેક પીડિત પરિવારને ત્રણ લાખ રૂપિયાની મદદ કરવાનો નિર્ણય કર્યો છે.
3
જ્યારે તિરૂપુરના મકાલી નામના વ્યક્તિએ હતાશામાં પોતાની આંગળીઓ કાપી નાંખી હતી. તેના સારવારનો ખર્ચ પણ પાર્ટી ઉઠાવશે. જો કે કેંદ્રીય ગુપ્તચર એંજસીએ આવી મોતોનો આંકડો 30 બતાવ્યો છે અને ચાર અન્ય લોકોને અગ્નિદાહના પ્રયાસની વાત કરી છે. પાર્ટીએ મોતને વહાલું કરનાર 77 લોકોના નામ પણ જાહેર કર્યા છે.
4