રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આજથી બે દિવસના ભારત પ્રવાસે, S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનો થઈ શકે છે સોદો
રશિયા ભારતનું પરંપરાગત મિત્ર છે, જેના કારણે પુતિન સાથેની દ્વિપક્ષીય વાટાઘાટો સફળતાપૂર્વક પાર પડશે. S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનું મૂલ્ય પાંચ અબજ ડૉલર જેટલું હશે.ભારત સાથેની ડિફેન્સ ડીલનું મૂલ્ય પાંચ અબજ ડૉલર જેટલું થવા જાય છે. આમ, રશિયાએ પુતિનની મુલાકાત પહેલાં જ આ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ભારતને આપવાનો સંકેત આપી દીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરશિયા અને જાપાન ફક્ત બે જ દેશો સાથે ભારત દર વર્ષે એકવાર નિયમિત રીતે દ્વિપક્ષીય બેઠક યોજે છે. આ પ્રકારના કાર્યક્રમમાં બંને દેશના વડા ભારતના મહેમાન બને છે. આ બેઠકમાં ભારત અને રશિયા 2025 સુધી 50 અબજ ડૉલરનો દ્વિપક્ષીય વેપાર કરવાની દિશામાં પણ આગળ વધશે.
પુતિનની આગેવાનીમાં ભારત અને રશિયાની આ 19મી દ્વિપક્ષીય બેઠક હશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, રશિયન પ્રમુખ પુતિન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉચ્ચ પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજશે. તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ વાત કરશે.
નવી દિલ્હીઃ રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન આજથી બે દિવસ માટે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત પર વિશ્વભરની નજર છે. મુલાકાત દરમિયાન ભારત રશિયા સાથે S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમનો સોદો કરી શકે છે. ભારતના બે પાડોશી રાષ્ટ્ર પાકિસ્તાન અને ચીનને ધ્યાનમાં રાખતા ભારતીય સેના માટે પણ આ સોદો ખૂબ જ મહત્ત્વનો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -