✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અવિશ્વાસ દરખાસ્તની ચર્ચા પહેલાં શિવસેનાએ ભાજપને મોટો આંચકો આપતાં શું કર્યું એલાન? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Jul 2018 11:29 AM (IST)
1

AIDMKએ હજુ તેમનું વલણ સ્પષ્ટ નથી કર્યું. પાર્ટીના 37 સાંસદની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી થઈ. અવિશ્વાસ પ્રસ્તાવ સરકારની પરિક્ષા ઓછી અને વિપક્ષની વધારે લાગી રહી છે. કારણકે સંખ્યા બળ સરકાર પાસે વધારે છે. હાલ માત્ર જોવાનું એ છે કે, વિપક્ષ સરકાર સામે કેટલી મજબૂતાઈથી ટકી રહે છે.

2

પહેલા એવી ચર્ચા હતી કે શિવસેના સરકારને સાથ આપશે. ગુરુવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો હતો. ત્યારપછી જાણવા મળ્યું હતું કે, શિવસેના મોદી સરકારના સમર્થનમાં વોટિંગ કરશે. જોકે આજે સામાનામાં શિવસેનાએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને તે મોદી સરકારનું સમર્થન નહીં કરે. જોકે પક્ષે આ મામલે સત્તાવાર કોઈ નિવેદન આપ્યું નથી.

3

બીજી બાજુ વિરોધમાં 147 સાંસદો છે. આ સંખ્યામાં શિવસેનાના સાંસદો ઉમેરવામાં આવે તો સંખ્યા 165ની થઈ જાય. અત્યાર સુધી 90 સાંસદ અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરશે કે વિરોધ તે સ્પષ્ટ થઈ શક્યું નથી.

4

543 સાંસદોવાળી લોકસભામાં અત્યારે 11 સીટ ખાલી છે. એટલે કે લોકસભામાં સાંસદોની હાલની સંખ્યા 532 છે. આ રીતે બહુમત માટે જરૂરી સંખ્યા 267 થવા જાય છે. હાલ બીજેપીના 272 સાંસદોની સાથે સરકારના પક્ષમાં કુલ 295 સાંસદો છે. જો શિવસેના સાથ આપે તો આ આંક 313 થઈ શકે છે.

5

નવી દિલ્હીઃ અવિશ્વાસના થોડા કલાક પહેલા જ શિવસેનાએ મોદી સરકારને મોટો ઝાટકો આપ્યો છે. શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રી લેખમાં મોદી સરકારને સમર્થન ન આપવાનાના સંકેત આપવામાં આવ્યા છે. સામનામાં લખ્યું છે, આજે સંસદમાં સરકાર પર હલ્લાબોલ થશે. આરોપનો ગોળગોળ જવાબ આપીને બેન્ચ થપથપાવવામાં આવશે. આ લોકોની ભાવાનાની કદર કરનારી નહીં પરંતુ આપખુદશાહી ચલાવતી સરકાર છે. આપખુદશાહીનું સમર્થન કરવાના બદલે અમે લોકોની સાથે જઈશું.

  • હોમ
  • India-news
  • દેશ
  • અવિશ્વાસ દરખાસ્તની ચર્ચા પહેલાં શિવસેનાએ ભાજપને મોટો આંચકો આપતાં શું કર્યું એલાન? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.